ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Samruddhi expressway accident : મહારાષ્ટ્રમાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર સર્જાયો ગોજારો અકસ્માત, 12 શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે મોત - Samruddhi expressway accident

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં થયો હતો. જેમાં સૈલાની બાબાના 12 ભક્તોનું દુઃખદ અવસાન થયું છે અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Oct 15, 2023, 8:17 AM IST

મહારાષ્ટ્ર : છત્રપતિ સંભાજીનગરમાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં 12 શ્રદ્ધાળુઓના મોતના સમાચાર છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો પ્રવાસી વાહનમાં સૈલાની બાબાના દર્શન કરવા જઈ રહ્યા હતા. બસ રસ્તામાં ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

12 લોકોના મોત થયા : પ્રાથમિક માહિતી મળી છે કે આ અકસ્માતમાં 12 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જેમાં ચાર મહિનાના બાળકનો પણ સમાવેશ થાય છે. વીસ લોકો ઘાયલ થયા છે. વૈજાપુર અને સંભાજીનગરની વેલી હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી છે. વૈજાપુર નજીક સમૃદ્ધિ હાઇવે પર જાંબાર ગામના ટોલ બૂથ પર આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે એક ટ્રાવેલર્સ બસ પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ તમામ મુસાફરો નાશિક જિલ્લાના પાથરડી અને ઈન્દિરાનગરના રહેવાસી છે.

આવી સર્જાયો અકસ્માત : ટક્કર એટલી જોરદાર હતી કે પ્રવાસી વાહનના આગળના ભાગના ટુકડા થઈ ગયા હતા. ઘટના બાદ હોબાળો મચી ગયો હતો. કહેવાય છે કે સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ પહોંચી અને લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા. અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ડૉક્ટરોએ ઘણા લોકોને મૃત જાહેર કર્યા છે. મૃતકોની ઓળખ થઈ નથી. પોલીસ તપાસ અને મૃતકોને શોધવામાં વ્યસ્ત છે. ટ્રક ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

  1. Uttarakhand Road Accident : હિમાચલપ્રદેશના ત્રણ યુવકોના મોત, ઉત્તરાખંડના પાટનમાં પિક અપ વાહન ખાઈમાં પડ્યું
  2. Bihar Train Accident Update : બિહાર ટ્રેન દુર્ઘટનાના 35 કલાક બાદ પણ કામગીરી ખોરવાઈ, ટ્રેક રિપેર થતા ટ્રેનો રદ્દ કરાઇ

ABOUT THE AUTHOR

...view details