ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Nitin Gadkari: નીતિન ગડકરીને 10 કરોડની ખંડણીની માંગણીના ધમકીભર્યા ફોન આવ્યા - Nitin Gadkari

કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરીના જનસંપર્ક કાર્યાલયને ફરીથી ધમકીભર્યા ફોન મળ્યા છે. ફોન કરનારે 10 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Nitin Gadkari: નીતિન ગડકરીને 10 કરોડ રૂપિયાની ખંડણીની માંગણીના ધમકીભર્યા ફોન આવ્યા
Nitin Gadkari: નીતિન ગડકરીને 10 કરોડ રૂપિયાની ખંડણીની માંગણીના ધમકીભર્યા ફોન આવ્યા

By

Published : Mar 21, 2023, 7:57 PM IST

નાગપુર:કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના નાગપુરના જનસંપર્ક કાર્યાલયને 10 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરતા બે ધમકીભર્યા કોલ મળ્યા હતા. ધમકીભર્યા કોલ મળ્યા બાદ ગડકરીની ઓફિસના કર્મચારીઓએ નાગપુર પોલીસને જાણ કરી હતી.

ખંડણીની માંગણી: ફોન કરનાર પોતાની ઓળખ જયેશ કાંથા ઉર્ફે પૂજારી તરીકે બતાવતો હતો. તેણે આજે સવારે ઓફિસના લેન્ડલાઈન નંબર પર ફોન કરીને ખંડણીની માંગણી કરી હતી. અગાઉ આ જ નામના એક વ્યક્તિએ ખામલા સ્થિત પબ્લિક રિલેશન ઑફિસમાં ધમકીભર્યા કૉલ્સ કર્યા હતા અને 100 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. ફોન કરનારે ત્યારબાદ ત્રણ ધમકીભર્યા કોલ કર્યા હતા અને પોતે દાઉદ ઈબ્રાહિમ ગેંગનો સભ્ય હોવાનો દાવો કર્યો હતો.

આ પણ વાંચો:Amritpal Singh: હાઈકોર્ટ પંજાબ સરકારને લગાવી ફટકાર, કહ્યું - 80 હજાર પોલીસકર્મી શું કરી રહ્યા હતા ?

સુરક્ષા વધારાઈ:વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ તપાસ કરી રહ્યા છે કે કોલ કોણે અને ક્યાંથી કર્યો હતો. ફોન કરનારે જયેશ કાંઠા હોવાનો દાવો કર્યો હોવા છતાં, તેની ઓળખ હજુ સ્પષ્ટ નથી, એમ પોલીસે જણાવ્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય પ્રધાનના નિવાસસ્થાન અને નાગપુરના જનસંપર્ક કાર્યાલયની બહાર સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. બાદમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:Khalistan News: સાન ફ્રાન્સિસ્કોમાં ખાલિસ્તાન સમર્થકોના હુમલા પર અમેરિકાએ આપ્યું આ મોટું નિવેદન

પોલીસે તપાસ હાથ ધરી: G-20 ના સમાપન કાર્યક્રમમાં ભાગ લેવા માટે કેન્દ્રીયપ્રધાન નાગપુર પહોંચવાના છે. ગડકરીએ ટ્વીટ કર્યું કે G-20 મીટિંગની યજમાનીની સંભાવનાએ નાગપુરના લોકોમાં ગર્વ અને ઉત્સાહની લાગણી જન્માવી છે અને તેઓ વિશ્વ સમક્ષ તેમનો સાંસ્કૃતિક વારસો અને આતિથ્ય દર્શાવવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા મંત્રીની ઓફિસમાં ધમકીના કોલ આવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. ફોન કરનાર હિંદલગા જેલનો કેદી હોવાનું અને જેલમાંથી કોલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details