નવી દિલ્હીઃ ઈડીએ ઓનલાઈન ગેમ્બલિંગ એપ મહાદેવ બૂકના મની લોન્ડ્રિંગ મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઈડીએ આ મામલે કોલકાતા, ભોપાલ અને મુંબઈમાં છાપા માર્યા છે. આ છાપામારીમાં કુલ 417 કરોડની મિલકત જપ્ત કરવામાં આવી છે. ઈડીને આ છાપામારી દરમિયાન અનેક પુરાવા પણ હાથ લાગ્યા છે.
Mahadev App Scam: ઈડીનો સપાટો, મુંબઈ-કોલકાતા-ભોપાલમાં રેડ પાડી, કુલ 417 કરોડની રોકડ જપ્ત કરી - યુએઈમાં કાળુ સામ્રાજ્ય
મહાદેવ બૂક મની લોન્ડ્રિંગ મામલે ઈડીએ કોલકાતા, ભોપાલ અને મુંબઈમાં 39 ઠેકાણે રેડ પાડી છે. કુલ 417 કરોડ રૂપિયાની ગેરકાયદેસર સંપત્તિ જપ્ત કરી છે. વાંચો ઈડીની કામગીરી અને આરોપીની વૈભવી લાઈફસ્ટાઈલ વીશે
Published : Sep 15, 2023, 4:34 PM IST
પાર્ટનર્સને 70-30નો લાભ અપાતોઃ એજન્સી જણાવે છે કે સમગ્ર મામલાની તપાસ કરતા સામે આવ્યું છે કે છત્તીસગઢના ભિલાઈમાં રહેતા સૌરવ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ મહાદેવ ઓનલાઈન બૂકના મુખ્ય આરોપી છે. તેઓ દુબઈથી સમગ્ર સંચાલન કરતા હતા. મહાદેવ ઓનલાઈન બૂકનું હેડક્વાર્ટર યુએઈમાં હતુ અને તેઓ પોતાના પાર્ટનર્સને 70-30 ટકાનો લાભ આપતા હતા.
200 કરોડ રોકડા ખર્ચી લગ્ન કર્યાઃ મુખ્ય આરોપી ચંદ્રાકર અને ઉપ્પલે યુએઈમાં ગેમ્બલિંગમાં પોતાનું કાળું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. અહીં કાળાધનનો વેપાર ખુલ્લેઆમ તેઓ કરતા હતા. ફેબ્રુઆરી 2023માં ચંદ્રાલકે યુએઈમાં લગ્ન કરી લીધા હતા. આ લગ્નમાં મહાદેવ એપના રોકડા 200 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. લગ્નમાં મહેમાનોને બોલાવવા માટે નાગપુરથી યુએઈ સુધી ચાર્ટર પ્લેન ભાડે લેવામાં આવ્યા હતા. લગ્નમાં પર્ફોર્મ કરવા માટે અનેક સેલિબ્રિટીઝને બોલાવવામાં આવ્યા હતા. મુંબઈના વેડિંગ પ્લાનર, ડાન્સર દરેકને કેશમાં પેમેન્ટ કરવામાં આવ્યું હતું.