મુંબઈ : ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) ના મહારાષ્ટ્ર યુનિટે મંગળવારે મુંબઈ એરપોર્ટ પર રૂપિયા 2.58 કરોડની કિંમતનું ચાર કિલો સોનું જપ્ત કર્યું હતું. સત્તાવાળાઓએ ભારતમાં સોનાની દાણચોરીના સંબંધમાં ચાર લોકોની ધરપકડ પણ કરી છે. ડીઆરઆઈ અધિકારી પ્રવીણ જિંદાલે જણાવ્યું હતું કે આ ઓપરેશન ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સના મુંબઈ ઝોનલ યુનિટના અધિકારીઓ પાસેથી મળેલી માહિતીના આધારે હાથ ધરવામાં આવ્યું હતું.
આવી રીતે સોનું છુપાવ્યું હતું : જિંદાલે કહ્યું કે, ઇનપુટ્સને પગલે ડીઆરઆઈની ટીમે 16 જાન્યુઆરીએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જેદ્દાહથી બે શંકાસ્પદ મુસાફરોને રોક્યા હતા. ડીઆરઆઈના અધિકારીઓ દ્વારા શંકાસ્પદ લોકોની શોધ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે મીણના પડ વચ્ચે પાવડરના રૂપમાં 1 કિલો સોનું છુપાવવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન હકિકત સામે આવી : તેમણે કહ્યું કે બંને મુસાફરોએ છુપાવવા માટે અંદરના કપડામાં જગ્યા બનાવી હતી. તેમની પાસેથી દાણચોરીનું સોનું મળી આવ્યું હતું. તેમજ આ લોકોના સામાનની તલાશી દરમિયાન અધિકારીઓએ ત્રણ મિક્સર ગ્રાઇન્ડર પણ તપાસ્યા હતા જે સામાન્ય કરતા ભારે હોવાની શંકા છે. જિંદાલે કહ્યું કે, જ્યારે મિક્સરનો ભાગ ખોલવામાં આવ્યો ત્યારે ખબર પડી કે તેમાં લગભગ 2 કિલો સોનાના ટુકડા છુપાયેલા છે.
4 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું : તેમણે કહ્યું કે 2.58 કરોડની કિંમતનું કુલ 4 કિલો દાણચોરીનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. બંને મુસાફરોની પૂછપરછ અને તપાસ દરમિયાન ડીઆરઆઈની ટીમે મુસાફરો પાસેથી દાણચોરીનું સોનું લેવા આવેલા વધુ બે લોકોની ધરપકડ કરી હતી. બાદમાં, કસ્ટમ્સ એક્ટ, 1962 ની સંબંધિત જોગવાઈઓ હેઠળ ચાર આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે સોનાની દાણચોરીમાં સંડોવાયેલા વધતા જતા સિન્ડિકેટનો પર્દાફાશ કરવા ડીઆરઆઈએ સફળતાપૂર્વક આ ઓપરેશન પાર પાડ્યું છે.
- Pm degree case: પીએમ ડિગ્રી વિવાદ: SCએ કેજરીવાલ, સંજય સિંહ સામે માનહાનિની કાર્યવાહી પર ચાર સપ્તાહ સુધી રોક લગાવી
- IndiGo on flight mode:'યાત્રી કૃપયા ક્ષમા કિજીયે' ઈન્ડિગોની વેબસાઈટ, એપ અને ગ્રાહક સેવા ચેનલ 'ફ્લાઈટ' મોડમાં