પુણેઃ ઉનાળાની ગરમી હોય કે વરસાદની ગરમી ઉકળાટના કારણે આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. પુણેમાં આવેલા સતારા રોડ પર ગઈકાલે રાત્રે ત્રણ અલગ-અલગ દુકાનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં બે વ્યક્તિઓ દાઝી ગયાની માહિતી મળી રહી છે. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. ડીમાર્ટની નજીક ત્રણ અલગ-અલગ દુકાનોમાં બપોરે 2.30 વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી. લોકોએ આ અંગે પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આ પણ વાંચો પુણેના કાત્રજ ઘાટમાં મહિલા રિક્ષાચાલક પર મુસાફર દ્વારા દુષ્કર્મનો પ્રયાસ
ઓરિયન પાર્કમાં ભીષણ આગ: આ પહેલા મહારાષ્ટ્રના થાણે વિસ્તારમાં ઘોડબંદર રોડ પર આવેલા કપૂરબાવડીમાં સિનેવન્ડર મોલ અને ઓરિયન પાર્કમાં ભીષણ આગ લાગી હતી. આગમાં ફસાયેલા લોકોને પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, સિનેવિન્ડર મોલની બાજુમાં આવેલી ઓરિયન બિઝનેસ પાર્ક બિલ્ડિંગના પહેલા માળે રાત્રે લગભગ 9 વાગ્યે આગ લાગી હતી. બાદમાં બાજુના સિનેવિન્ડરમાં ફેલાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.