ગુજરાત

gujarat

ETV Bharat / bharat

MH: જેપી નડ્ડાનો આસિસ્ટન્ટ હોવાનું કહી ધારાસભ્યોને પ્રધાન બનાવવાના નામે લગાવ્યો ચૂનો - ધારાસભ્યોને પ્રધાન બનાવવાના નામે લગાવ્યો ચૂનો

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સરકારમાં પ્રધાન પદ આપવાની લાલચ આપીને નાણાં પડાવતા એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે. ચાર ધારાસભ્યો પાસેથી નાણાંની માંગણી કરવા બદલ નાગપુર પોલીસે અમદાવાદના એક વ્યક્તિની ધરપકડ કરી છે.

MH BJP MLAs cheating for ministers posts in Shinde Fadnavis ministry Man held from Gujarat by Nagpur Police
MH BJP MLAs cheating for ministers posts in Shinde Fadnavis ministry Man held from Gujarat by Nagpur Police

By

Published : May 17, 2023, 12:32 PM IST

નાગપુર: મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેની આગેવાની હેઠળની રાજ્ય સરકારમાં પ્રધાન પદ માટે ચાર મહારાષ્ટ્રના ધારાસભ્યો પાસેથી કથિત રીતે નાણાંની માંગણી કરવા બદલ નાગપુર પોલીસે અમદાવાદમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. નાગપુરના અધિકારીના જણાવ્યા અનુસાર મોરબીના રહેવાસી નીરજ સિંહ રાઠોડે કથિત રીતે પોતાને ભાજપ પ્રમુખ જેપી નડ્ડાનો અંગત સહાયક હોવાનો દાવો કર્યો હતો.

ભાજપ પ્રમુખ જેપી નડ્ડાના અંગત હોવાનું કહી છેતરપિંડી: આ સંદર્ભે એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે મોરબીના રહેવાસી નીરજ સિંહ રાઠોડે કથિત રીતે પોતાને ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ જેપી નડ્ડાના અંગત સહાયક હોવાનો દાવો કર્યો હતો. અધિકારીએ કહ્યું કે મહારાષ્ટ્રના ચાર ધારાસભ્યોને કોલ કરવા ઉપરાંત તેણે નાગાલેન્ડના એક અને ગોવાના એક ધારાસભ્યને પણ કથિત રીતે કોલ કર્યા હતા.

છેતરપિંડી કરવા બદલ ફરિયાદ: મધ્ય નાગપુર મતવિસ્તારના બીજેપી ધારાસભ્ય વિકાસ કુંભારેએ ફરિયાદ નોંધાવી હતી જ્યારે તેમનો કથિત રીતે રાઠોડનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે કુંભરેએ રાઠોડને કોઈ પૈસા આપ્યા નથી, પરંતુ કેટલાક અન્ય ધારાસભ્યોએ આડકતરી રીતે આપ્યા હતા. ભારતીય દંડ સંહિતાની કલમ 420 હેઠળ છેતરપિંડીનો કેસ તહેસીલ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો અને શહેર પોલીસની એક ટીમે મોરબીમાંથી આરોપીની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ કહ્યું કે વધુ તપાસ ચાલુ છે.

શિંદે સરકારમાં કેબિનેટ વિસ્તરણની સંભાવના:નોંધનીય છે કે શિવસેનામાં જૂન 2022ના ભાગલા સાથે જોડાયેલા મુદ્દાઓ પર શિંદે સરકારને રાહત આપતા સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ એવી ચર્ચા છે કે ટૂંક સમયમાં કેબિનેટ વિસ્તરણ થઈ શકે છે. અગાઉ ગુજરાતમાંથી આવી જ રીતે ભાજપના નેતાઓના નામે લોકોને કારોડોનો ચૂનો લગાવનાર કિરણ પટેલ અને સંજય રાય શેરપુરિયાની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તેઓ બંને પણ જેલ હવાલે છે. કિરણ પટેલ કાશ્મીર જેલમાં જ્યારે સંજય રાય શેરપુરિયા યુપી જેલમાં બંધ છે.

  1. MLA Gujarat: પ્રથમ પીએમ બાદમાં સીએસ અને હવે MLAના નામે ઠગાઈનો કિસ્સો, MLA ગુજરાતની પ્લેટ રાખનાર ઝડપાયો
  2. Kiran Patel Case: માલીની પટેલ ફરી જેલમાં, અમદાવાદ ગ્રામ્ય કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

ABOUT THE AUTHOR

...view details