ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Maharashtra potboiler: અજિત પવારે સ્પષ્ટતા કરીને ભાજપમાં જોડાવવાનો નનૈયો ભર્યો

મહારાષ્ટ્રના રાજકારણમાં અચાનક હલચલ મચી ગઈ છે. NCP નેતા અજિત પવારને લઈને અનેક પ્રકારના સમાચાર ચાલી રહ્યા છે. અજિત પવારે બધું સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ભાજપમાં જોડાશે કે એનસીપીમાં રહેશે. તેમણે કહ્યું કે તેઓ NCPમાં છે અને આ પાર્ટીમાં જ રહેશે.

MH  Ajit Pawar also clarified that there is no question of joining BJP
MH Ajit Pawar also clarified that there is no question of joining BJP

By

Published : Apr 18, 2023, 3:38 PM IST

મુંબઈ/નવી દિલ્હી:મહારાષ્ટ્રમાં ફરી રાજકીય 'ગેમ' થવાના સંકેત દેખાઈ રહ્યા છે. શું થશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે. અજિત પવાર ચર્ચાના કેન્દ્રમાં છે. અજિત પવાર શરદ પવારના ભત્રીજા છે. તેમની પાર્ટીનું નામ એનસીપી છે. મહારાષ્ટ્રમાં એનસીપી વિરોધ પક્ષ છે. એનસીપી, કોંગ્રેસ અને ઉદ્ધવ જૂથનું પરસ્પર જોડાણ છે અને તેને એમવીએ તરીકે ઓળખવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર NCPના ઘણા ધારાસભ્યો અજિત પવારની સાથે છે અને તેઓ કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. અજિત પવાર મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા છે.

મારા વિશે ગેરમાન્યતા: કારણ વગર મારા વિશે ખોટી માન્યતા ઊભી કરવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિપક્ષના નેતા અજિત પવારે પ્રતિક્રિયા આપી કે આ સમાચારમાં કોઈ સત્ય નથી. અજિત પવારે કહ્યું કે અમે બધા NCPમાં છીએ અને પાર્ટીમાં જ રહીશું. મારા વિશે ખોટા સમાચાર બતાવવામાં આવી રહ્યા છે. 40 ધારાસભ્યોની સહીઓ લેવામાં આવી ન હતી. અન્ય રાજકીય પક્ષોના નેતાઓ આ અંગે વાત કરી રહ્યા છે. પરંતુ હું આ વિશે વાત નહીં કરું, એમ અજિત પવારે જણાવ્યું હતું.

આ પણ વાંચોAjit Pawar supporter: ઉદ્ધવ બાદ પવારને પણ આંચકો! NCPના 40 ધારાસભ્યો ભાજપ સાથે જવા તૈયાર?

અગાઉ અજિત પવાર કરી ચુક્યા છે બળવો: આ પહેલા પણ અજિત પવારે દાવો કર્યો હતો કે NCP ધારાસભ્યો તેમની સાથે છે અને તેના આધારે તેમણે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન બન્યા હતા. પરંતુ બાદમાં અજિત પવાર એકલા પડ્યા. એનસીપીના કોઈપણ ધારાસભ્ય તેમની સાથે આવ્યા ન હતા. આ ઘટના એવા સમયે બની છે જ્યારે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી બાદ કોઈ પણ પક્ષને બહુમતી મળી નથી. ત્યાર બાદ અજિત પવાર ભાજપ સાથે ગયા હતા.

આ પણ વાંચોNCP Leader Ajit Pawar : NCP નેતા અજિત પવાર ભાજપ સાથે ગઠબંધન કરશે તેવી રાજ્યભરમાં ચર્ચા

લોકસભા ચૂંટણીની તૈયારી: અહીં એ જાણવું પણ જરૂરી છે કે શરદ પવાર છેલ્લા ઘણા મહિનાઓથી વિપક્ષી પાર્ટીઓને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે વિપક્ષની એકતાથી આવનારી લોકસભા ચૂંટણીમાં મોદી સરકારને હરાવી શકાય છે. તેઓ વિપક્ષના ઘણા નેતાઓને પણ મળ્યા છે. તાજેતરમાં તેઓ રાહુલ ગાંધીને પણ મળ્યા હતા. તેઓ મમતા બેનર્જીને પણ મળ્યા છે. આવી સ્થિતિમાં જો NCP કોઈ નિર્ણય લેશે તો તેની આગામી રાજનીતિ પર ગંભીર અસર પડી શકે છે. ગયા અઠવાડિયે જ NCPનો રાષ્ટ્રીય દરજ્જો છીનવાઈ ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details