મહારાષ્ટ્ર: નાસિક જિલ્લામાં રવિવારે એક કેમિકલ પ્લાન્ટના બોઈલરમાં બ્લાસ્ટ થયો હતો. (Firecrackers Blast in Barshi taluka) આ પછી ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 2 લોકોના મોત થયા છે. તે જ સમયે, 17 લોકો ઘાયલ થયા છે, જેમાંથી ચારની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ( maharashtra Firecrackers Blast )
નાસિકના કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 2ના મોત, 17 ઘાયલ, બચાવ ચાલુ - maharashtra Firecrackers Blast
મહારાષ્ટ્રના નાસિકના ઇગતપુરી મુંડે ગામમાં એક કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં 2ના મોત થયા હતા, જ્યારે 17 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે હોસ્પિટલ પહોંચ્યા અને પીડિતોને મળ્યા.( Firecrackers Blast in Barshi taluka )
મળતી માહિતી મુજબ મુંબઈ-આગ્રા હાઈવે પર ઈગતપુરીમાં મુંધેગાંવ સ્થિત જિંદાલ પોલી ફિલ્મ્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. આ ધડાકો એટલો જોરદાર હતો કે તેનો અવાજ આસપાસના ગામોમાં પણ સંભળાયો હતો. આગની જ્વાળાઓ અને ધુમાડા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા. ( Terrible explosion in hita factory in Barshi taluka )
આ પણ વાંચોઃપ્રવાસીઓના આક્રર્ષણનું કેન્દ્ર બન્યું રાણકી વાવ, 1 વર્ષમાં 1.41 કરોડની આવક
જ્યારે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અત્યાર સુધીમાં 19 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાંથી 17ને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ચાર લોકોની હાલત ગંભીર છે, જ્યારે એકનું મોત થયું છે. મુંધેગાંવ નાસિકથી લગભગ 30 કિમી અને મુંબઈથી 130 કિમી દૂર આવેલું છે. ફાયર બ્રિગેડ, પોલીસ અને ડિઝાસ્ટર ટીમ ઘટનાસ્થળે છે. અધિકારીઓએ જણાવ્યું કે આગ ઓલવવાની સાથે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.