નવી દિલ્હી: ગુરુવારે સવારે દિલ્હી મેટ્રોની (Delhi Metro Rail) ત્રણ લાઇન પર મેટ્રો સેવામાં વિક્ષેપ સર્જાયો હતો જે ચાલું થઈ ગયો છે. દિલ્હી મેટ્રોની વાયોલેટ લાઇન, ગ્રીન લાઇન અને પિંક લાઇન પર ટેક્નિકલ સમસ્યાના કારણે મેટ્રો રેલ સેવા ખોરવાઈ ગઈ હતી.
Delhi Metro Rail : દિલ્હી મેટ્રો ટ્રેનમાં ટેક્નિકલ સમસ્યાના કારણે સેવા ખોરવાઈ આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ટિકિટ ખરીદીને સ્કૂલના બાળકો સાથે કરી મુસાફરી
ત્રણ લાઇનમાં ટેકનિકલ ખામી:દિલ્હી મેટ્રોની (Delhi Metro Rail) ત્રણ લાઇનમાં ટેકનિકલ ખામીના કારણે મોટી સંખ્યામાં મેટ્રોના મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. DMRCનું કહેવું છે કે, તેઓ સમસ્યાને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સવારે જ્યારે લોકો ઓફિસ જવા માટે મેટ્રો સ્ટેશન પહોંચ્યા તો તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યાં લોકોને ગ્રીન લાઇન પર બહાદુરગઢથી મેટ્રો સેવા મળી નથી.
Delhi Metro Rail : દિલ્હી મેટ્રો ટ્રેનમાં ટેક્નિકલ સમસ્યાના કારણે સેવા ખોરવાઈ આ પણ વાંચો:ટ્રાન્સપ્લાન્ટ માટેનું હૃદય મેટ્રો મારફતે પહોંચ્યું હોસ્પિટલ
DMRCએ ટ્વીટ કરીને આપી માહિતી :કેટલીક જગ્યાએ મેટ્રો (Delhi Metro Rail) રોકી દેવામાં આવી હતી. આ સમસ્યા વાયોલેટ, ગ્રીન અને પિંક લાઇન પર જોવા મળી રહી છે. DMRCએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેમણે મુસાફરોને વધારાનો સમય આપવાની અપીલ કરી છે. DMRCના સૂત્રોનું કહેવું છે કે ટેક્નિકલ સમસ્યાના કારણે આવું થયું છે. હાલમાં શરૂ કરવામાં આવી છે.