- દિલ્હી અને NCR વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જારી
- NCRના વિવિધ વિસ્તારોમાં મધ્યરાત્રિથી ભારે વરસાદ
- રસ્તાઓ પર ટ્રાફિક પણ જોવા મળી
નવી દિલ્હી:દિલ્હી અને NCR વિસ્તારમાં રાતથી ગાજવીજ સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે હવામાન વિભાગ દ્વારા દિલ્હી અને NCRમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે આજે રાજધાની દિલ્હી અને NCRમાં ભારે વરસાદની ચેતવણી જારી કરાયું છે.
આ પણ વાંચો:જામનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર, આજે ભારે વરસાદની શક્યતા
દિલ્હી NCRના વિવિધ વિસ્તારોમાં મધ્યરાત્રિથી ભારે વરસાદ
હવામાન વિભાગ અનુસાર, દિલ્હી NCRના વિવિધ વિસ્તારોમાં મધ્યરાત્રિથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે દિલ્હીના સફદરજંગમાં બપોરે 2:30 થી 8:30, પાલમ સવારે 8 વાગ્યા સુધી 84.3 મીમી વરસાદ નોંધાયો છે. બપોરે 99.9 મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, લોધી રોડ, રિજ, આયા નગરમાં બપોરે 2:30 સુધી, 64.0 મીમી, લોધી રોડમાં 67.6 મીમી અને આયા નગરમાં 32.2 મીમી સુધી વરસાદ ચાલુ રહ્યો હતો.
આ પણ વાંચો: મુંબઈમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
દિલ્હી અને NCRમાં ઓરેન્જ એલર્ટ પણ જારી કર્યું
હવામાન વિભાગે વરસાદને લઈને દિલ્હી અને NCRમાં ઓરેન્જ એલર્ટ પણ જારી કર્યું છે. વરસાદ બાદ જુદા-જુદા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. આવી સ્થિતિમાં રસ્તાઓ પર ટ્રાફિક પણ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી અને NCR તેમજ આસપાસના રાજ્યોમાં સવારે સાડા અગિયાર વાગ્યા સુધી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે બહાદુરગજ, ગુરુગ્રામ, ફરીદાબાદ, બલ્લભગઢ, ગાઝિયાબાદ, ઈન્દિરાપુરમ, નોઈડા, ગ્રેટર નોઈડા, દિલ્હી આ વિસ્તારોમાં વરસાદને પગલે ચેતવણી આપવામાં આવી છે. અને NCR રોહતક, હરિયાણા, મેરઠ વગેરેમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.