ભોપાલ/મુંબઈ:મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં શનિવારે આકાશમાં અદભુત નજારો જોવા મળ્યો હતો. શનિવારે સાંજે 7 વાગ્યા પછી લગભગ 40 સેકન્ડ સુધી આકાશમાં રહસ્યમય લાઇટોની લાઇન ચમકતી જોવા મળી હતી. લોકોએ આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તે જ સમયે, નિષ્ણાતો તેને ઉલ્કાઓ ગણાવી રહ્યા છે. આકાશમાંથી પડતી દેખાતી આ ઉલ્કા થોડીવાર આકાશમાં પ્રકાશ વરસાવતી રહી હતી. (METEOR SHOWER SEEN IN SKY)
આ પણ વાંચો :વડોદરા ગગનમા અગનગોળો દેખાયો, લોકોમાં સર્જાયું કુતુહુલ
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલઃભોપાલના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રે જણાવ્યું કે, તે એક ઉલ્કા છે. તે સામાન્ય રીતે પડતું રહે છે. આ કદમાં મોટું હોવાથી ખુલ્લી આંખે દેખાતું હતું. ભોપાલ, ઈન્દોર, બરવાની, બરવાહ, બેતુલ અને ધાર જિલ્લામાં આ પ્રકાશ સાંજે 7 વાગ્યાની આસપાસ દેખાતો હતો. તેજ ગતિએ નીકળતી મિસાઈલ જેવી આ તેજસ્વી અદ્ભુત વસ્તુને જોઈને લોકોએ તેનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી હતી. ઉલ્કા જોઈને લોકો કહેવા માડ્યા કે કે, શું તે રશિયા દ્વારા છોડવામાં આવેલ રોકેટ છે, તો કોઈએ કહ્યું કે, પાકિસ્તાને મિસાઈલ નથી છોડીને.