- બ્રિટિશરોની દુર્દાન્ત ક્રૂરતાભરી વેગન દુર્ઘટનાની 100મી વર્ષગાંઠ
- મલાબાર બળવાનો સૌથી અંધકારમય અધ્યાય
- ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં અપ્રતિમ બ્રિટિશ ક્રૂરતા
- વેગન દુર્ઘટનાની ભૂતકાળની યાદોના 100 વર્ષ
કેરળના ઉત્તરીય ભાગમાં મલબાર બળવા સામે બ્રિટીશ સરકાર દ્વારા ધરપકડ અને દમન છતાં, આંદોલનો તીવ્ર બન્યાં. આંદોલનમાં ધરપકડ કરાયેલા લોકોને અટકાયત માટે કેરળની બહાર ખસેડવામાં આવ્યાં હતાં.
બંધ માલગાડીઓનો ઉપયોગ મુખ્યત્વે કેદીઓને લઈ જવા માટે કરવામાં આવતો હતો. 20 નવેમ્બર, 1921ના રોજ 100થી વધુ અટકાયતી બળવાખોરોને તિરુર રેલવે સ્ટેશન (મલપ્પુરમ) થી બંધ માલવાડી વેગનમાં કર્ણાટકના બેલ્લારીની સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યાં હતાં. અટકાયત કરાયેલા લોકો પર મલપ્પુરમ-પલક્કડ જિલ્લા સરહદ પર પુલમન્થોલ પુલ તોડી પાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
વેગન ટ્રેજેડી તરીકે ઓળખાતી 100 વર્ષ પહેલાંની એ ભૂતકાળની યાદ તેઓએ જીવવા માટે ચીસો પાડી હતી
પવન અને પ્રકાશ પસાર ન થઈ શકે તેવા વેગનમાં પૂરવામાં આવેલા કેદીઓ ગૂંગળામણને કારણે ચીસો પાડવા લાગ્યાં હતાં. પલક્કડ જિલ્લાના શોર્નૂર અને ઓલાવકોડ ખાતે ટ્રેનને રોકવામાં આવી હતી, પરંતુ બ્રિટિશ આર્મીએ વેગન ખોલવાની ના પાડી હતી. ભલે પસાર થતા તમામ રેલવે સ્ટેશનોમાં કેદીઓની ચીસો ગૂંજતી રહી હોય,પણ ટ્રેન છેલ્લે તમિલનાડુના પોથન્નુર સ્ટેશન પર અટકી હતી.
દુઃખદાયી સંસ્મરણો
ઇતિહાસકારોએ વેગન દુર્ઘટનાને જલિયાંવાલા બાગ કરતાં સૌથી ખરાબ હત્યાકાંડ તરીકે વર્ણવી છે. 70 પુરુષોએ મોટેથી ચીસો પાડી, જીવવા માટે રડ્યાં, અને તેમના શ્વાસ માટે લડતાં મૃત્યુ પામ્યાં. બચી ગયેલા લોકોને બ્રિટિશ સૈન્ય દ્વારા હોસ્પિટલમાં અને બાદમાં જેલમાં લઈ જવામાં આવ્યા હતાં. વેગનની અંદર ભયાનક દૃશ્ય જોઈને બ્રિટીશ સેના પણ ચોંકી ગઈ હતી. રેલવે અધિકારીઓએ પોથન્નુરથી તિરુર સુધી મૃતદેહોથી ભરેલી વેગન પરત કરવાનો નિર્દેશ આપ્યો હતો.
100 વર્ષ પહેલાંની એ ભૂતકાળની યાદ, ક્રૂર હત્યાકાંડના અવશેષો હજુ પણ તિરુરને ત્રાસ આપે છે. પોથન્નૂરથી વેગનમાં પરત લવાયેલા 44 લોકોના મૃતદેહને તિરુર કોરાંગત જૂમા મસ્જિદ અને 11 કોટ જૂમા મસ્જિદમાં દફનાવવામાં આવ્યાં હતાં. તિરુર હજુ પણ તે દિવસે દફનનું નેતૃત્વ કરનાર થુમ્બરી અલીકુટ્ટી પાસેથી સાંભળેલી વાતો યાદ કરે છે.
'વેગન ટ્રેજેડી' માં વર્ણવાયેલી હકીકતો
આ હત્યાકાંડમાંથી ચમત્કારિકપણે બચી ગયેલાં કોનોલી અહમદ હાજીની ભૂતકાળની કારમી યાદો 1981માં 'વેગન ટ્રેજેડી' નામના સંસ્મરણમાં પ્રકાશિત થયેલ છે. "બ્રિટિશ સૈનિકો દ્વારા પકડાયેલા કેદીઓને તિરુર રેલવે સ્ટેશન પર લઈ જવામાં આવ્યાં હતાં. લગભગ છસો કેદીઓ હતાં. વેગનમાં કેદીઓને સજ્જડ રીતે બંધ કરવામાં આવ્યાં હતાં. લગભગ સો લોકો સુધીમાં વેગન ભરાઈ ગઈ હતી. કેદીઓ ગાદલામાં કપાસ ભરાવવા જેવા વેગનમાં ભરાઈ ગયાં હતાં. ઘણા કેદીઓ એક પગ પર ઊભા હતાં. સેનાએ કેદીઓને બંદૂકોથી ધક્કો મારીમારી દરવાજો બંધ કરી દીધો હતો. ટ્રેન ચાલુ થઈ તેવામાં કેદીઓ વેગનમાં શ્વાસ લેવાની તકલીફમાં ચીસો પાડવાનું શરૂ કર્યું હતું. જે પ્રકાશ અને હવાને પણ પસાર થવા ન મળે તેવી રીતે ઠૂંસાયેલાં કેદીઓમાં કેટલાક તીવ્ર તરસથી પડવા લાગ્યાં. તેમાંના કેટલાકને જાણ પણ ન રહી અને તેમને ઝાડોપેશાબ થઈ ગયાં.શ્વાસ લેવા માટે વિહવળ થયેલાં કેદીઓ એકબીજાને બટકાં ભરવા લાગ્છીયાં. મોતના મોંમાં ધકેલાયેલાં કેદીઓમાંથી કેટલાકને નખ જેટલું છિદ્ર મળ્યું. તે છિદ્રમાંથી તેઓએ એક પછી એક શ્વાસ લેવાનો પ્રયાસ કર્યો. થોડા સમય પછી હું બેહોશ થઈ ગયો. જ્યારે હું પાછો હોશમાં આવ્યો ત્યારે વેગન મળ, પેશાબ, લોહી અને મૃતદેહોથી ભરેલું હતું. કોઈએ વેગનમાં ઠંડુ પાણી રેડ્યું. મારું શરીર ધ્રૂજવા લાગ્યું. જ્યારે મને કોઈમ્બતુરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે મને સમજાયું કે હું જીવતો છું."
જ્યારે તિરુર પહોંચેલા મૃતદેહો સાથે પરત આવેલી વેગન ખોલવામાં આવી ત્યારે તેમાં તીવ્ર ગંધ આવી રહી હતી. તેમાં 64 મૃતદેહો પડેલાં હતાં. જે એકબીજાને ગળે લગાવી રહ્યાં હતાં. તિરુર મ્યુનિસિપલ ટાઉન હોલ હત્યાકાંડની યાદમાં વેગનના આકારમાં બાંધવામાં આવ્યું છે. વેગન દુર્ઘટનાની યાદમાં તિરુરમાં પુસ્તકાલયો અને શાળાની ઇમારતોને પણ વેગનનો આકાર આપવામાં આવ્યો છે.