ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'બચપન કા પ્યાર' ગીતની જેમ જ હિટ છે આની પર બનેલા Memes

આ સમયે સોશિયલ મીડિયા પર દરેકના મન અને હૃદયમાં એક જ ગીત છે અને તે છે 'બચપન કા પ્યાર મેરા ભૂલ નહિ જાના રે' (bachpan ka pyaar). સોશિયલ મીડિયા પર આ ગીત વિશે Memes પણ બનવા લાગ્યા છે. આ ગીત પર બનેલા મીમ્સ (Memes) પણ આજકાલ સોશિયલ મીડિયા પર છવાઇ ગયા છે. પ્રભુત્વ ધરાવે છે.

'બચપન કા પ્યાર' ગીતની જેમ જ હિટ છે આની પર બનેલા Memes
'બચપન કા પ્યાર' ગીતની જેમ જ હિટ છે આની પર બનેલા Memes

By

Published : Aug 1, 2021, 9:42 AM IST

  • 'બચપન કા પ્યાર' ગીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
  • સેલિબ્રિટીજ પણ આ ગીતને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરા રહી
  • આ ગીતને લઈને સોશિયલ મીડિયા પર Memesનું પૂર આવી ગયું

રાયપુર (છત્તીસગઢ) :'બચપન કા પ્યાર' (bachpan ka pyaar) ગીત ગાતા સહદેવ (Sahdev)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ગીતને લઈને સોશિયલ મીડિયા પર મીમ્સ (Memes)નું પૂર આવી ગયું છે. સેલિબ્રિટીજ પણ આ ગીતને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાથી પોતાને રોકી શકતા નથી. જાહેરાતથી લઈને પોલીસ સુધી દરેક વ્યક્તિ આ ગીતનો ઉપયોગ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા અભિનેત્રી અનુષ્કા શર્માએ પણ તેના ઈન્સ્ટાગ્રામ પર આ ગીત પર બનેલી મીમ્સ શેર કર્યું હતું.

'બચપન કા પ્યાર' ગીતની જેમ જ હિટ છે આની પર બનેલા Memes
'બચપન કા પ્યાર' ગીતની જેમ જ હિટ છે આની પર બનેલા Memes

ઉત્તરાખંડ પોલીસે ગીત દ્વારા લોકોને કોરોના વિશે જાગૃત કર્યા

ઉત્તરાખંડ પોલીસ આ ગીત દ્વારા લોકોને કોરોના વિશે જાગૃત કરવા માટે કામ કરી રહી છે. ઉત્તરાખંડ પોલીસે તેના ટ્વીટર પર શેર કર્યું છે, 'એસા મેરા કહના રે, અભી કોરોના ગય નહિ, માસ્ક લગાના તુમ, ભૂલ નહિ જાના રેં'

આ પણ વાંચો : જાણો, 'બચપન કા પ્યાર' ગીત સાથે જોડાયેલી જાણી-અજાણી વાતો...

મુંબઈ પોલીસે સાઇબર સેફ્ટી માટે જાગરૂક કરવા ગીતનો ઉપયોગ કર્યો

મુંબઈ પોલીસ લોકોને સાઇબર સેફ્ટી માટે જાગરૂક કરવા માટેે બચપન કા પ્યાર ગીતનો ઉપયોગ કરી રહી છે. મુંબઈ પોલીસે ટ્વીટ કર્યું છે, 'ક્યા આપકા બચપન કા પ્યાર સીક્રેટ થા ? તબ આપકા પાસવર્ડ અભી ભી સુરક્ષિત હો સકતા હૈ. બસ ઇસમેં કુછ વિશેષ પાત્ર જોડેં!'

અનુષ્કા શર્માની ગીતને કારણે ઊંઘ ઉડી ગઇ

અભિનેત્રી અનુષ્કા શર્માની પણ આ દિવસોમાં આ ગીતને કારણે ઊંઘ ઉડી ગઇ છે. તેણીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું છે કે, જ્યારે તે રાત્રે સૂઈ જાય છે, ત્યારે તેના મગજમાં બચપન કા પ્યાર ચાલવા લાગેે છે.

ABOUT THE AUTHOR

...view details