- ફરાર હીરાના વેપારી મેહુલ ચોક્સીને ડોમિનિકાના સરકારી ક્વોરન્ટાઇન સેન્ટરમાં મોકલવામાં આવ્યો
- સુપ્રીમ કોર્ટે ચોક્સીને કોવિડ-19 ટેસ્ટ સહિતની તબીબી સુવિધાઓ પૂરી પાડવા મંજૂરી આપી
- ચોક્સીને લઈને આ મામલે હવે પછીની સુનવણી 2 જૂને થશે
ડોમિનિકા:ફરાર હીરાના વેપારી મેહુલ ચોક્સીને ડોમિનિકાના સરકારી ક્વોરન્ટાઇન સેન્ટરમાં મોકલવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે ચોક્સીને તેના વકીલને મળવા અને કોવિડ-19 ટેસ્ટ સહિતની તબીબી સુવિધાઓ પૂરી પાડવા મંજૂરી આપી છે. ચોક્સીને લઈને આ મામલે હવે પછીની સુનવણી 2 જૂને થશે.
ચોક્સી ગર્લફ્રેન્ડને ડિનર પર લઈ ગયો ત્યારે પોલીસે પકડી પાડ્યો
ભાગેડુ હીરાનો વેપારી મેહુલ ચોક્સી તેની ગર્લફ્રેન્ડને બોટ દ્વારા ડિનર લઇને જમવા ગયો કે તેની સાથે થોડો સમય વિતાવ્યો અને ત્યાંની પોલીસે તેને પકડ્યો. એન્ટિગુઆ અને બાર્બુડાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને એક રેડિયોને આપેલા ઇન્ટરવ્યુમાં આ દાવો કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, કોર્ટના વિપરીત આદેશ હોવા છતાં ડોમિનિકાની સરકાર અને કાયદા અમલીકરણ એજન્સીઓ ચોક્સીને ભારત પ્રત્યાર્પણ કરી શકે છે કારણ કે તે ભારતીય નાગરિક છે.
આ પણ વાંચો:મેહુલ ચોક્સી (Mehul Choksi) ના પ્રત્યાર્પણને લઈને અટકળો તીવ્ર બની, વિમાન ભારતથી ડોમિનિકા પહોંચ્યું
એન્ટિગુઆની નાગરિકતાને કારણે તેને બંધારણ અને કાનૂની સુરક્ષા છે
એન્ટિગુઆ ન્યૂઝ રૂમ મુજબ બ્રાઉને કહ્યું કે, અમને એવી માહિતી મળી છે કે કદાચ મેહુલ ચોક્સી ડોમિનીકામાં ડિનર કરવા ગયો હતો અથવા તેની ગર્લફ્રેન્ડ સાથે થોડો સમય ગયો હતો અને પકડાયો હતો. તે નાગરિક તરીકે એન્ટિગુઆમાં હતો અને અમે તેને પ્રત્યાર્પણ કરી શક્યા નહીં. તેમણે કહ્યું કે સમસ્યા એ છે કે જો તેને પાછા એન્ટિગુઆ મોકલવામાં આવે છે તો અમે તેને પ્રત્યાર્પણ કરી શકતા નથી. કારણ કે, એન્ટિગુઆની નાગરિકતાને કારણે તેને બંધારણ અને કાનૂની સુરક્ષા છે. તેમાં કોઈ શંકા નથી કે તેના નાગરિકત્વને રદ કરવું જોઈએ કારણ કે તેણે તેના લગ્નનો ખુલાસો કર્યો નથી.
આ પણ વાંચો:ફરાર હીરા ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીનો ડોમિનિકા પોલીસ કસ્ટડીમાંથી ફોટો આવ્યો સામે
અગાઉ તેમણે ચોક્સીને લઈને વિપક્ષી પાર્ટી UPP પર ગંભીર આક્ષેપો કર્યા હતા
આ અગાઉ તેમણે ચોક્સીને લઈને વિપક્ષી પાર્ટી UPP પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વિપક્ષ યુનાઇટેડ પ્રોગ્રેસિવ પાર્ટી (UPP)એ ચૂંટણી માટે ચોક્સીને ટેકો આપ્યો છે. અગાઉ UPPએ બ્રાઉન પર કાયદાના શાસનનો દુરૂપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.
મેહુલ ચોક્સી ડોમિનિકામાં ક્રિમિનિલ ઇન્વેસ્ટિગેશન વિભાગ (CID)ની કસ્ટડીમાં
તસવીરોમાં મેહુલ ચોક્સી પર હુમલો કરવામાં આવ્યો હતો તેવા નિશાનો એના શરીર પર જોવા મળી રહ્યા છે. તે હાલ જેલમાં બંધ છે. તેના હાથ પર માર મારવાના નિશાનો જોઇ શકાય છે. મેહુલ ચોક્સી ડોમિનિકામાં ક્રિમિનિલ ઇન્વેસ્ટિગેશન વિભાગ (CID)ની કસ્ટડીમાં છે. તાજેતરમાં જ તેની ધરપકડ ડોમિનિકામાં થઈ હતી. તસવીરોમાં દેખાય છે કે તે જેલમાં છે અને તેના હાથ પર ઈજા છે. તેની આંખો પણ લાલ છે. તે પોતાના શરીરથી ખૂબ જ નબળો દેખાઈ રહ્યો છે. મેહુલ ચોક્સીએ આરોપ લગાવ્યો છે કે તેને ડોમિનિકાની જેલમાં માર મારવામાં આવ્યો હતો. આ અગાઉ ડોમિનિકા કોર્ટે ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીને આગળના આદેશો સુધી કેરેબિયન ટાપુ રાષ્ટ્રથી અન્યત્ર મોકલવાની મનાઈ ફરમાવી હતી. ચોક્સીને ગેરકાયદેસર રીતે ડોમિનિકામાં પ્રવેશ કરવા બદલ અટકાયતમાં લેવામાં આવ્યો હતો.
કોર્ટે આ આદેશ ચોક્સીના વકીલો વતી ફાઇલ કરેલી અરજી પર આપ્યો છે
ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે કહ્યું કે કાનૂની ટીમે મેહુલ ચોક્સી માટે ડોબિનિકાની કોર્ટમાં હેબિયાસ કોર્પસ પિટિશન દાખલ કરી છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, મેહુલ ચોક્સીની એક્સેસ આપવામાં આવી રહી નથી અને કાયદાકીય સહાયનો બંધારણીય અધિકાર પણ નકારી કાઢવામાં આવી રહ્યો છે. માહીતી અનુસાર ડોમિનીકાની 'હાઈકોર્ટ ઓફ જસ્ટિસ' એ આગળના આદેશો સુધી અધિકારીઓને ચોક્સીને બીજે ક્યાંય મોકલવા પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે આ મુદ્દે સુનાવણી માટે આગામી તારીખ 28 મે નક્કી કરી છે.
એન્ટિગુઆ અને બાર્બુડાથી ગાયબ થવાની અને ગેરકાયદેસર પ્રવેશ માટે ડોમિનિકામાં પકડાયાની શંકા
ગુરુવારે અગ્રવાલે ચોક્સીની એન્ટિગુઆ અને બાર્બુડાથી ગાયબ થવાની અને ગેરકાયદેસર પ્રવેશ માટે ડોમિનિકામાં પકડાયાની શંકા ઉપજાવી હતી. ડોમિનિકામાં ચોકસીના વકીલ વેન માર્શે એક રેડિયો શોમાં જણાવ્યું હતું કે, ચોક્સી ટૂંક સમયમાં મળ્યા ત્યારે ટૂંકા પ્રયત્નો પછી તેને એન્ટિગુઆના જોલી બંદર પર વહાણમાં બેસાડીને ફરજ પડી અને ડોમિનિકા લઈ આવ્યા. તેમણે કહ્યું કે, ભારતીય અને ડોમિનિકા પોલીસ જેવા દેખાતા લોકોએ આ કર્યું. માર્શે કહ્યું કે તેણે ચોક્સીના શરીર પર કેટલાક નિશાન જોયા. તેની આંખો પણ ફૂલી ગઈ હતી અને તેને ભયનો અહેસાસ થઈ રહ્યો હતો. તેમણે કહ્યું કે ચોક્સીએ ભારતનો નહીં પણ એન્ટિગુઆ અને બાર્બુડાનો નાગરિક છે. તેથી તેમને પાછા મોકલવા જોઈએ. અગ્રવાલે આ સમગ્ર ઘટના અંગે શંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, 'મને લાગે છે કે ચોક્સીને બીજા દેશમાં લઈ જવાની વ્યૂહરચના બનાવવામાં આવી હતી જેથી તેને ભારત મોકલી શકાય.
પંજાબ નેશનલ બેંકમાં 13,500 કરોડ રૂપિયાની લોન ફ્રોડ કેસમાં ચોક્સી વોન્ટેડ
અગ્રવાલે જણાવ્યું હતું કે એન્ટિગુઆથી લીધા બાદ ચોક્સીને ક્યાંક મૂકી દેવામાં આવ્યો હતો અને સોમવારે તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. ત્યારથી તે ત્યાં છે અને બુધવારે વિશ્વને આ સમાચાર મળ્યાં છે. પંજાબ નેશનલ બેંકમાં 13,500 કરોડ રૂપિયાની લોન ફ્રોડ કેસમાં ચોક્સી વોન્ટેડ છે. ચોક્સી છેલ્લે રવિવારે તેની કારમાં એન્ટીગુઆ અને બાર્બુડામાં જમવા જતા જોવા મળ્યા હતા. ડોમિનિકા સરકારે ગુરુવારે (સ્થાનિક સમયે) ચોક્સીની દેશમાં હાજરીની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે ગેરકાયદેસર પ્રવેશ માટે તેમને અટકાયતમાં લેવામાં આવ્યા છે.