- જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબુબા મુફ્તીએ ગિલાની અંગે આપ્યું નિવેદન
- અલગાવવાદી નેતા સૈયદ ગલી ગિલાનીના મૃત શરીરને સન્માન મળવું જોઈએઃ મુફ્તી
- કોઈ પણ જીવીત વ્યક્તિ લોકો સાથે ઝઘડી શકે છે, પરંતુ મૃત શરીરને સન્માન મળવું જોઈએઃ મુફ્તી
જમ્મુ-કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબુબા મુફ્તીએ અલગાવવાદી નેતા સૈયદ અલી ગિલાનીના મૃત શરીર સાથે વ્યવહાર પર કહ્યું હતું કે, તે બિનજરૂરી હતું. મૃત શરીરને સન્માન મળવું જોઈએ. અલગાવવાદી નેતા સૈયદ અલી ગિલાનીના મૃત શરીર સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો તે બિનજરૂરી હતો. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, કોઈ પણ જીવીત વ્યક્તિ લોકો સાથે ઝઘડી શકે છે, પરંતુ મૃત શરીરને સન્માન મળવું જોઈએ.
આ પણ વાંચો-જમ્મુ કાશ્મીરના હુરિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું નિધન
તંત્રનો વ્યવહાર બર્બરતાપૂર્વક હતોઃ મુફ્તી
મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરતા મહેબુબા મુફ્તીએ કહ્યું હતું કે, વીડિયો અને સમાચાર રિપોર્ટથી જાણવા મળે છે કે, તંત્રનો વ્યવહાર મૃતદેહ અને પરિવારની સાથે બર્બરતાપૂર્વક હતો. તમે કોઈ જીવિત વ્યક્તિ સાથે લડી શકો છો, પરંતુ એક વખત મરી જાય પછી તમારે બીજાની જેમ શરીરનું સન્માન કરવાની જરૂર હોય છે.