ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહેબૂબા મુફ્તીએ રામનાથ કોવિંદ પર કર્યા પ્રહાર, કહ્યું- "ભાજપના એજન્ડાને કર્યો પૂરો" - દેશના 15મા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

મહેબૂબા મુફ્તીએ (Mehbooba Mufti Comments On Ram Nath Kovind) રાષ્ટ્રપતિ પદ પરથી હટી જતાની સાથે જ રામનાથ કોવિંદ પર આકરી ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, રામનાથ કોવિંદે (Former President Ram Nath Kovind) ભારતીય બંધારણની કિંમત પર ભાજપના રાજકીય એજન્ડાને પૂરો કર્યો.

મહેબૂબા મુફ્તીએ રામનાથ કોવિંદ પર કર્યા પ્રહાર, કહ્યું- "ભાજપના એજન્ડાને કર્યો પૂરો"
મહેબૂબા મુફ્તીએ રામનાથ કોવિંદ પર કર્યા પ્રહાર, કહ્યું- "ભાજપના એજન્ડાને કર્યો પૂરો"

By

Published : Jul 25, 2022, 12:23 PM IST

શ્રીનગર: પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના (PDP) પ્રમુખ મહેબૂબા મુફ્તીએ (Mehbooba Mufti Comments On Ram Nath Kovind) રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપતાની સાથે જ રામનાથ કોવિંદ પર ટિપ્પણી કરી હતી. રામનાથ કોવિંદનો (Former President Ram Nath Kovind) કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થયો છે. ત્યારે આજે દ્રૌપદી મુર્મુએ દેશના 15મા રાષ્ટ્રપતિ (15th President Of Country Draupadi Murmu) તરીકે શપથ લીધા છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, રામનાથ કોવિંદે એક વારસો છોડ્યો છે જ્યાં ભારતીય બંધારણને ઘણી વખત કચડી નાખવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:President Oath Taking Ceremony : દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુએ શપથ ગ્રહણ કર્યાં

ભાજપના રાજકીય એજન્ડાને પૂરો કર્યો :મહેબૂબા મુફ્તીએ સોશિયલ મીડિયા ટ્વિટર પર કહ્યું કે, 'રામનાથ કોવિંદે એક વારસો છોડ્યો છે, જ્યાં ભારતીય બંધારણને પંદરમી વખત કચડી નાખવામાં આવ્યું હતું. કલમ 370 નાબૂદ કરવી હોય, CAA હોય અથવા લઘુમતીઓ અને દલિતોને નિર્ભયતાથી નિશાન બનાવવાની વાત હોય, તેમણે ભારતીય બંધારણની કિંમત પર ભાજપના રાજકીય એજન્ડાને પૂરો કર્યો છે.

આ પણ વાંચો:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું- "લોકશાહીની શક્તિ મને અહીં લાવી"

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details