કોહિમા/શિલોંગ: મેઘાલય વિધાનસભા ચૂંટણી માટે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થઈ ગયું છે. મેઘાલય વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા વિધાનસભા મતવિસ્તારોમાં મોક પોલ કરવામાં આવ્યા હતા. મેઘાલયમાં 21,75,236 નોંધાયેલા મતદારો છે, જેમાં 10.99 લાખ મહિલાઓ અને 10.68 લાખ પુરુષોનો સમાવેશ થાય છે, જેઓ 369 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે.
આ પણ વાંચો:UP News: એક્સપ્રેસ વે પર બસ પલટતા 3ના લોકોના થયા મૃત્યુ, 22 ઇજાગ્રસ્ત
કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ: મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. નાગાલેન્ડમાં 60માંથી 59 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. તો ત્યાં મેઘાલયમાં પણ 60ને બદલે 59 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. નાગાલેન્ડમાં એક સીટ પર ભાજપના એક સભ્ય બિનહરીફ ચૂંટાયા છે.
આ પણ વાંચો:Transport Ministry: 01 એપ્રિલથી જૂની કાર ખરીદવી બનશે મુશ્કેલ
પોલીસ અને રાજ્ય સશસ્ત્ર દળો તૈનાત: મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાની સોહિયોંગ વિધાનસભા બેઠક પર 20 ફેબ્રુઆરીના રોજ UDP ઉમેદવારના મૃત્યુને કારણે મતદાન થઈ રહ્યું નથી. તમને જણાવી દઈએ કે, ચાર મહિલાઓ અને 19 અપક્ષ ઉમેદવારો સહિત 183 ઉમેદવારો મેદાનમાં છે. નાગાલેન્ડમાં 59 બેઠકો, જ્યારે મેઘાલયમાં 36 મહિલાઓ સહિત કુલ 369 ઉમેદવારો મેદાનમાં છે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs), પોલીસ અને રાજ્ય સશસ્ત્ર દળોએ મતદાન મથકો પર મતદાન વિસ્તારોમાં પોઝીશન સંભાળી છે.