- બેઠકમાં સાધું -સંતો રહેશે હાજર
- સાધું -સંતો અનુગામીની પસંદગી માટે તેમના સૂચનો રજૂ કરશે
- બેઠક આજે સવારે 11 વાગ્યે શરૂ થશે
- નિરંજનની પંચોની બેઠક આજે નિરંજની અખાડામાં યોજાવાની છે
હરિદ્વાર: શ્રીપંચાયતી અખાડા નિરંજનની પંચોની બેઠક આજે નિરંજની અખાડામાં યોજાવાની છે. જેમાં નિરંજની અખાડાના તમામ મુખ્ય સાધુ-સંતો ઉપસ્થિત રહેશે. મહંત નરેન્દ્ર ગિરીના નિધન બાદ બેઠકમાં તેમના અનુગામી નક્કી થશે. બેઠક આજે સવારે 11 વાગ્યે શરૂ થશે.
મહંત નરેન્દ્ર ગિરીના નિધન બાદ નિરંજની અખાડામાં પ્રથમ બેઠક
મહંત નરેન્દ્ર ગિરીના નિધન બાદ હરિદ્વારમાં નિરંજની અખાડામાં આ પ્રથમ બેઠક હશે. નિરંજની અખાડાના સચિવ રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે, અખાડાના પંચો અને સંતોએ મળીને નક્કી કર્યું છે કે, આજે તમામ સંતોની બેઠક બોલાવવી જોઈએ. જેમાં મહંત નરેન્દ્ર ગિરીના અનુગામીની પસંદગી કરવી જોઈએ. બેઠકમાં તમામ સંતો તેમના સૂચનો રજૂ કરશે અને મહંત નરેન્દ્ર ગિરીના અનુગામી કોણ બનશે તે નક્કી કરશે. બેઠકમાં માહિતી આપતા રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે અમારા નિરંજની અખાડાના પંચોમાં આઠ અષ્ટ કૌશલ મહંતો અને આઠ ઉપ મહંતો સામેલ છે. બીજી તરફ, બલવીર ગિરીને અનુગામી જાહેર કરવાની સંમતિ આપવામાં આવી છે, પરંતુ તેની ઔપચારિક જાહેરાત બેઠક બાદ કરવામાં આવશે.
આ પણ વાંચો : પંજાબમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે અમરિંદર સિંહે અમિત શાહ સાથે લગભગ એક કલાક મુલાકાત કરી