ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાહુલ ગાંધી સાથે ગુજરાત કોંગ્રેસ નેતાઓની બેઠક પૂરી: તમામ નેતાઓએ નિર્ણય હાઈકમાન્ડ પર છોડ્યો - ગુજરાત કોંગ્રેસ નેતાઓની બેઠક

રાહુલ ગાંધી સાથે ગુજરાત કોંગ્રેસના નેતાઓની મહત્વની બેઠક લગભગ 3:30 કલાક સુધી ચાલ્યા બાદ પૂરી થઈ. તમામ નેતાઓ એક થયા અને તમામ નેતાઓએ નિર્ણય હાઈકમાન્ડ પર છોડી દીધો.

RAHUL GANDHI
RAHUL GANDHI

By

Published : Oct 22, 2021, 3:59 PM IST

Updated : Oct 22, 2021, 5:23 PM IST

  • ગુજરાત કોંગ્રેસમાં ફેરફારના એંઘાણ
  • અગ્રણી નેતાઓને દિલ્હીનું તેડું
  • નેતૃત્વ મજબૂત કરવાનું મનોમંથન

ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress)ના નવા પ્રમુખ અને વિપક્ષના નેતાને લઈ છેલ્લા કેટલાક સમયથી અટકળો ચાલી રહી છે. આગામી વિધાનસભાની ચૂંટણી (Assembly elections)ને હવે એક વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી રઘુ શર્મા (Raghu Sharma, In-Charge of Congress)એ ગુજરાતની રાજનીતિનો તાગ મેળવ્યો હતો. હાલ ગુજરાતના પ્રભારી રઘુ શર્મા, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, અનિત ચાવડા (પૂર્વ અધ્યક્ષ) સહિતના ધારાસભ્યો 12 તુઘલખ લેન પહોંચ્યા છે. આ ઉપરાંત, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ બિહાર ચૂંટણી પ્રચાર માટે રવાના થયા છે. ત્યારે તમામ નેતાઓ એક થયા અને તમામ નેતાઓએ નિર્ણય હાઈકમાન્ડ પર છોડી દીધો છે.

કોંગ્રેસ હાઇકમાન્ડનું ગુજરાત કોંગ્રેસમાં મજબૂત નેતૃત્વને લઈને સતત મનોમંથન

ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress)માં મોટા ફેરફારના એંધાણ સ્પષ્ટ પણે જોવાઇ રહ્યા છે. છેલ્લા કેટલાય વર્ષોથી લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી (Assembly by-elections)માં કોંગ્રેસનો દેખાવ એકદમ નબળો જોવા મળી રહ્યો છે. તે જોતા કોંગ્રેસ હાઇકમાન્ડ ગુજરાત કોંગ્રેસમાં મજબૂત નેતૃત્વને લઈને સતત મનોમંથન કરી રહ્યું છે, ત્યારે હાલ ગુજરાતના પ્રભારી રઘુ શર્મા, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, અનિત ચાવડા (પૂર્વ અધ્યક્ષ) સહિતના ધારાસભ્યો 12 તુઘલખ લેન પહોંચ્યા છે. આ ઉપરાંત, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ બિહાર ચૂંટણી પ્રચાર માટે રવાના થયા છે.ગુજરાત કોંગ્રેસના નેતાઓની રાહુલ ગાંધી સાથે બેઠક, હાર્દિક પટેલ બિહાર જવા રવાનાગુજરાત કોંગ્રેસના નેતાઓની રાહુલ ગાંધી સાથે બેઠક, હાર્દિક પટેલ બિહાર જવા રવાનાનેતાઓ બિહાર પટના જવા રવાનાગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદ માટે પસંદગી કરવાની છે, ત્યારે રાહુલ ગાંધી સાથે હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ બેઠક કરી હતી. જે પુર્ણ થતા બન્ને નેતા બિહાર પટના જવા રવાના થયા હતા. ત્યારે હાર્દિક પટેલે ટ્વિટ કર્યુ હતુ કે મારો સંઘર્ષ માત્ર લોકોના હિત માટે છે અને ગુજરાતની જીત માટે, હું કોઈ પદ માટે લોભી નથી.

ત્રણ નામો સામે આવ્યા

પ્રમુખ પદ માટે ત્રણ નામો સામે આવ્યા છે. જેમાં ભરતસિંહ સોલંકી પ્રથમ સ્થાને, શક્તિસિંહ ગોહિલ બીજા સ્થાને, જગદીશ ઠાકોર ત્રીજા સ્થાને છે. જોકે શક્તિસિંહ ગોહિલનુ નામ પ્રદેશ પ્રમુખ તરીકે લગભગ નક્કી છે એવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. એવી પણ માહિતી મળી છે કે હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ નહિ બની શકે અને તે કેમ્પઇનિંગ કમિટીના ચેરમેન બની શકે છે. જોકે આ બાબતે 2-3 દિવસમાં નિર્ણય થઈ શકે છે. આ બેઠકમાં ગુજરાતમાં કોંગ્રેસનું આવનારું માળખું કેવું હશે અને કેવું હોવું જોઈએ એ બાબતે ગુજરાતના નેતાઓના મંતવ્યો લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગુજરાતમાં કોંગ્રેસની હાલની સ્થિતિ અને રાજકીય શક્યતાઓ વિશે ચર્ચા પણ થઇ હતી. ગુજરાતમાં કયા પ્રકારના બદલાવ કરી શકાય અને પરિણામલક્ષી કામગીરી બાબતે મંતવ્યો મેળવવા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, જગદીશ ઠાકોર, નરેશ રાવલ અને શૈલેષ પરમાર સહિતના નેતાઓ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સમક્ષ હાજર રહ્યા હતા.

ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને તાબડતોબ દિલ્હીનું તેડું આવ્યું

કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ રાજસ્થાન અને પંજાબને કારણે પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ એમાં વ્યસ્ત હોવાને કારણે ગુજરાત માટે નિર્ણય નહોતા લઈ શકતા. કોંગ્રેસના સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી ડૉ. રઘુ શર્માએ દિલ્લી હાઇકમાન્ડને થોડા દિવસ પહેલા આપેલા ગુજરાત રાજકારણના રિપોર્ટને લઈ ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને તાબડતોબ દિલ્હીનું તેડું આવ્યું હતુ.

Last Updated : Oct 22, 2021, 5:23 PM IST

ABOUT THE AUTHOR

...view details