ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ICC World Cup 2023: વિરાટ કોહલીઃ 50 ઓવર ફોર્મેટનો ધી અલ્ટિમેટ ચેઝ માસ્ટર - રોહિત શર્મા

50 ઓવર ક્રિકેટ ફોર્મેટમાં રન ચેઝ કરવામાં વિરાટ કોહલી નિષ્ણાત છે. વિરાટ એક અલ્ટિમેટ ચેઝ માસ્ટર છે. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપની મેચમાં કોહલીએ 116 બોલ રમીને 85 રન કર્યા. વિરાટની આ ઈનિંગ્સે ભારતને જીત અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

વિરાટ કોહલીઃ 50 ઓવર ફોર્મેટનો ધી અલ્ટિમેટ ચેઝ માસ્ટર
વિરાટ કોહલીઃ 50 ઓવર ફોર્મેટનો ધી અલ્ટિમેટ ચેઝ માસ્ટર

By ETV Bharat Gujarati Team

Published : Oct 9, 2023, 3:15 PM IST

Updated : Oct 10, 2023, 6:59 AM IST

હૈદરાબાદઃ અંગ્રેજીમાં કહેવત છે કે Cometh the Hour, Cometh the Man આ કહેવત સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પર સંપૂર્ણ પણે લાગુ પડે છે. દિલ્હીનો બેટ્સમેન જે 2011ના વન ડે વર્લ્ડ કપની વિજેતા ટીમનો એક ભાગ હતો. 50 ઓવર ફોર્મેટ ક્રિકેટમાં વિરાટ કોહલી એક અલ્ટિમેટ ચેઝ માસ્ટર છે. રવિવાર સાંજે જ્યારે વિરાટ કોહલી ક્રિઝ પર આવ્યા ત્યારે ભારત સામે સંકટ હતું. જેમાં વિરાટ કોહલીએ પોતાનું કૌશલ્ય દાખવ્યું હતું. જેમાં વિરાટે 116 બોલ રમીને 85 રન ફટકાર્યા હતા.

પાકિસ્તાન વિરુદ્ધ પર્ફોર્મન્સઃ જો કે વર્લ્ડ કપની આ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં વિરાટ કોહલી ઉપરાંત વિકેટ કિપર કે. એલ. રાહુલની બેટિંગને લીધે ભારત પાંચ વાર વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયાને હરાવી શક્યું હતું. ઓક્ટોબર 2022માં જ્યારે ભારત ટી-20 વર્લ્ડકપ દરમિયાન પોતાના કટ્ટર હરિફ પાકિસ્તાન સામે રમી રહ્યું હતું. આ મેચ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. આ મેચમાં પણ વિરાટ કોહલીની મદદથી મેઈ ઈન બ્લૂએ મેઈ ઈન ગ્રીનને હરાવી દીધા.

હાઈ સ્કોર 183: વનડેમાં વિરાટ કોહલી બીજા ક્રમના બેટ્સમેન ગણાય છે. વિરાટ કોહલીએ 148 ઈનિંગ્સમાં 64.31ની સરેરાશ, 96.50ના સ્ટ્રાઈક રેટ સાથે, 28 સદી અને 38 અર્ધસદી સાથે કુલ 7,525 રન બનાવ્યા છે. જેમાં વિરાટનો હાઈ સ્કોર 183નો છે.

ભારતની જીતમાં વિરાટનું યોગદાનઃ જો ભારતની જીતની વાત કરવામાં આવે તો વિરાટ કોહલીએ 92 ઈનિંગ્સમાં 88.98ની સરેરાશ સાથે 97.1ના સ્ટ્રાઈક રેટથી 22 સદી અને 23 અર્ધસદી સાથે 5,517 રન બનાવ્યા છે. આમ કોહલી વનડેમાં રન ચેઝ કરવામાં સૌથી સફળ બેટ્સમેન છે. આ શ્રેણીમાં બીજા ક્રમે છે સચીન તેડુંલકર. જેમણે 124 ઈનિગ્સમાં 55.45ની સરેરાશથી 5,490 રન બનાવ્યા છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ આવે છે. જેમણે 104 ઈનિગ્સમાં 57.34ની સરેરાશથી 4,186 રન ફટકાર્યા છે. ભારતના મહાન કેપ્ટન રોહિત શર્માએ 89 ઈનિગ્સમાં 63.22ની સરેરાશથી 3,983 રન ફટકાર્યા હતા. પાંચમા નંબરે આવે છે સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન જેક કોલીસ. જેમણે 100 ઈનિંગ્સમાં 3950 રન બનાવ્યા છે.

4થી વિકેટની ભાગીદારીનો રેકોર્ડઃ રવિવારની મેચમાં જ્યારે ભારત પર હારનું સંકટ તોળાતું હતું ત્યારે વિરાટ કોહલી અને કે.એલ. રાહુલે બાજી સંભાળીને ચોથી વિકેટમાં કુલ 165 રનની ભાગીદારી કરી. જે વર્લ્ડકપમાં ભારત માટે એક રેકોર્ડ છે. જેણે એન.એસ. સિદ્ધુના રેકોર્ડને તોડ્યો હતો. જ્યારે ભારત જીતની નજીક પહોંચ્યું ત્યારે વિરાટ કોહલી કમનસીબે આઉટ થયા હતા. જ્યારે કે.એલ.રાહુલ નોટઆઉટ રહ્યા અને સર્વાધિક સ્કોર સાથે રમત સંકેલી હતી. 90ના દસકામાં સચીન તેંડુલકર ક્રીઝ પર હોય ત્યાં સુધી મેચને પૂરી થઈ તેમ ગણાતી નહતી, તેવું જ વિરાટ કોહલી માટે માનવામાં આવી રહ્યું છે. વિરાટ પોતાની ફિટનેસ માટે પણ બહુ જાણીતો છે.

  1. ICC World Cup 2023: આવતીકાલની મેચમાં ભારતને ટક્કર આપવામાં અમારો IPL અનુભવ કામ લાગશેઃ પેટ કમિન્સ
  2. WORLD CUP 2023: રાહુલ દ્રવિડે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની માનસિકતા વિશે વાત કરી, તેની ભૂમિકા પર આપ્યો મજેદાર જવાબ
Last Updated : Oct 10, 2023, 6:59 AM IST

ABOUT THE AUTHOR

...view details