ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અફઘાનિસ્તાનમાં ક્યારે શું થયું ? કાબુલથી પરત ફરેલી મેડિકલ સ્ટાફની સભ્યએ જણાવ્યો સમગ્ર ઘટનાક્રમ - અફઘાનિસ્તાનમાં ક્યારે શું થયું

અફઘાનિસ્તાનના કાબુલમાં ફસાયેલી સવિતા શાહીને ભારતીય સેના 17 ઓગસ્ટે રેસ્ક્યૂ કર્યા છે. દેહરાદૂનની રહેવાસી સવિતા શાહી પોતાના ઘરે પહોંચી ગઈ છે અને ભગવાનનો આભાર માને છે.

kabul
મેડિકલ સ્ટાફની સભ્યએ જણાવ્યો સમગ્ર ઘટનાક્રમ

By

Published : Aug 20, 2021, 1:18 PM IST

  • ભારતીય વાયુસેનાના વિમાનમાં જગ્યા ન મળતા નીચે બેઠા
  • ભારતે ગ્લોબલ લીડરની ભૂમિકા ભજવી
  • માત્ર ભારતીઓ જ નહીં અનેક લોકોને કર્યા રેસ્ક્યૂ

દેહરાદૂન : અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ ખરાબ સ્થિતી વચ્ચે ભારતે પોતાના ફસાયેલી નાગરીકોને સલામત રીતે બહાર કાઢ્યા છે. કાબુલમાં નાટો (North Atlantic Treaty Organization) અને અમેરિકન સેન્યના મેડિકલ ટીમ સાથે છેલ્લા 8 વર્ષથી કામ કરનારી સવિતા શાહી બે દિવસ પહેલા દેહરાદૂન સહી સલામત પહોંચી છે. દેહરાદૂન પરત ફરતાની સાથે સવિતા શાહીએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.

સવિતા શાહીએ કહ્યું કે નાટો અને અમેરિકન સેન્યની મેડિકલ ટીમમાં કામ કરવા દરમિયાન આ પ્રકારની સ્થિતીનો કોઈ ખ્યાલ પણ નહોતો કે અફઘાનિસ્તાનમાં સ્થિતી એટલી જલ્દી બદલાય જશે અને ચારે તરફ હાહાકાર મચી જશે. 13 અને 14 ઓગસ્ટે તાલિબાને અચાનક કાબુલ પર કબજો કરી લીધો ત્યારબાદ લોકો પોતાનો જીવ બચાવવા ભાગવા લાગ્યા.

મેડિકલ સ્ટાફની સભ્યએ જણાવ્યો સમગ્ર ઘટનાક્રમ

સવિતા શાહીએ કહ્યું કે , 15 ઓગસ્ટ રવિવારે કાબુલ એરપોર્ટ પર તાલિબાનનો સંપૂર્ણ પણે કબજો થઈ ગયો હતો. જેના કારણે તમામ ફ્લાઈટ્‌સ બંધ થઈ ગઈ હતી. એવામાં 16 ઓગસ્ટની સાંજે અમેરિકન સેન્યના મિલિટ્રી એરપોર્ટ જે સિવિલ એરપોર્ટની ખુબ જ નજીક છે ત્યાંથી મેડિકલ ટીમ મેમ્બર સહિત બીજા લોકોના રેસ્ક્યૂની તૈયારીઓ થવા લાગી.

સાંજે લગભગ 6 વાગ્યા આસપાસ મિલિટ્રી એરપોર્ટ પર જેવા અમેરિકન અને નાટો સાથે કામ કરનારા લોકો એરપોર્ટ નજીક પહોંચ્યા તો અચાનક તાલિબાની લડવૈયાઓએ ગોળીબાર શરૂ કરી દીધો. એ સ્થિતીમાં તમામ લોકો એરપોર્ટથી પરત પોતાના કેમ્પ તરફ મોકલી દેવામાં આવ્યા અને મોડી રાત અથવા વહેલી સવાર સુધી રાહ જોવા કહ્યું.

ભારતીય વાયુસેનાના વિમાનમાં જગ્યા ન મળતા નીચે બેઠા

સવિતા શાહી કહી રહી છે કે બહાર સ્થિતી એવી હતી કે તમામ લોકો પોતાના વતન ફરવાના પ્રયત્નો કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના કેન્પનો એક સભ્ય જે ઈન્ડીયન એમ્બેસીના અધિકારીઓ સાથે સંપર્કમાં હતો તેમને જાણકારી મળી કે ઈન્ડીયન એયરફોર્સનું એયરક્રાફ્ટ ભારતીય રાજદૂતો , કર્મચારીઓ અને તેમના પરિવારોને રેસ્ક્યૂ કરવા માટે મિલિટ્રી એરપોર્ટ પર આવવાનું છે.

જે બાદ ભારતીય દુતાવાસના એ અધિકારીની મદદથી અમેરીકન સેન્યના મેડિકલ કેમ્પથી કુલ 7 લોકો સવારે 6:10 વાગ્યે ભારતીય વાયુસેનાના વિમાનમાં બેઠા. સવારે લગભગ 7:30 વાગ્યે ભારતીય વાયુસેનાનું વિમાન 150 લોકોને લઈને જામનગરના ગુજરાત માટે નિકળતા જ તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો.

ભારતીય વાયુસેનાના વિમાનમાં જગ્યા ન મળતા નીચે બેઠા

ભારતીય વાયુસેનાના વિમાનમાં સીટ ન મળતા પણ લોકોએ નીચે બેસીને સફર કરી અને પોતાના વતન પર ફર્યા. લગભગ 3:30 વાગ્યે તમામ લોકોને દિલ્હી લઈ જવાયા.

સવિતા શાહીએ વધુમાં જણાવ્યું કે , છેલ્લા 8 વર્ષ દરમિયાન અમેરીકા અને નાટો સેના સાથે કામ કરવા દરમિયાન અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો પરંતુ ભારતીય વાયુસેનાએ ગ્લોબલ લીડરની ક્ષમતા દેખાડતા ખાલી ભારતીય રાજદૂતો જ અને કર્મચારીઓ જ નહીં પરંતુ નાટો અને અમેરિકા સેનાના અને સાથે સાથે અનેક બીજા લોકોને પણ સુરક્ષિત બચાવી પોતાના વિમાન થકી દોહા , કતાર , દુબઈ અને નોર્વે સુધી પહોંચાડ્યા.

ABOUT THE AUTHOR

...view details