ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન ભાગ : વિદેશ મંત્રાલય - ભારતીય વિદેશ મંત્રાલય

પાકિસ્તાન અને ચીનના વિદેશ પ્રધાનો દ્વારા જમ્મુ-કાશ્મીરના સંદર્ભ અંગે આપવામાં આવેલા સંયુક્ત નિવેદનને લઈને ભારતે પ્રતિક્રિયા આપી છે. બાગચીએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ રહ્યો છે અને રહેશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીનું નિવેદન
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીનું નિવેદન

By

Published : Jul 29, 2021, 8:12 PM IST

  • વિદેશ મંત્રાલય દ્વારા ચીન અને પાક. અંગે નિવેદન
  • પાક. અને ચીનના નિવેદનોને લઈને ભારતની પ્રતિક્રિયા
  • પ્રેસ રિલીઝમાં ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનો ઉલ્લેખ

નવી દિલ્હી:ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ભારત કોઈપણ સંયુક્ત નિવેદનમાં જમ્મુ અને કાશ્મીરનો સંદર્ભ સ્પષ્ટપણે નકારે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ રહ્યો છે અને રહેશે.

CPECનો પણ ઉલ્લેખ કરાયો

વિદેશ મંત્રાલયે કહ્યું કે, સંયુક્ત પ્રેસ રિલીઝમાં ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમે ચીન અને પાકિસ્તાનને વારંવાર કહ્યું છે કે, કહેવાતા CPEC ભારતના વિસ્તારમાં છે, જેમાં પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવ્યો છે. આથી, અમે તેનો સખત વિરોધ કરીએ છીએ.

આ પણ વાંચો:ઈમરાન ખાનનું મોટું નિવેદન - તાલિબાન સૈન્ય નથી, પરંતુ સામાન્ય નાગરિક છે

પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજો

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, ભારત અન્ય દેશોને પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરેલા વિસ્તારોમાં યથાવત્ સ્થિતિમાં ફેરફાર કરવાના કોઈપણ પ્રયાસને રોકવા આહ્વાન કરે છે.

ભારત સંબંધિત પક્ષોને કાર્યવાહી અટકાવવા આહ્વાન

બાગચીએ કહ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા તેના ગેરકાયદેસર કબજા હેઠળ ભારતીય પ્રદેશોમાં કોઈપણ પ્રકારના ભૌતિક પરિવર્તન લાવવાની કોશિશ કરવા સંદર્ભે, ભારત સંબંધિત પક્ષોને કાર્યવાહી અટકાવવા આહ્વાન કરે છે.

આ પણ વાંચો:ઈઝરાયલી સોફ્ટવેર Pegasusની યાદીમાં પાકિસ્તાનના વડાપ્રધાનનો એક મોબાઈલ નંબર સામે, પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સનો દાવો

ABOUT THE AUTHOR

...view details