ગુજરાત

gujarat

ETV Bharat / bharat

માયાવતીનું એલાન - કોઈ માફિયાને ચૂંટણીમાં નહીં ઉતારીએ, મુખ્તાર અંસારીનું પત્તુ કપાયું - BSP

બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ તાજેતરમાં જ એક નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, BSPનો આગામી ઉત્તરપ્રદેશ ચૂંટણીમાં પ્રયાસ હશે કે, કોઈ બાહુબલી તેમજ માફિયાને ટિકિટ ન આપવામાં આવે.

up assembly election 2022
up assembly election 2022

By

Published : Sep 10, 2021, 12:45 PM IST

  • BSPના અધ્યક્ષ માયાવતીએ આપ્યું નિવેદન
  • બાહુબલી-માફિયાઓને ટિકિટ નહીં અપાય
  • મુખ્તાર અંસારીની BSPમાંથી ટિકિટ કપાઈ

લખનઉ: ઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી અગાઉ બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યપ્રધાન માયાવતીએ મોટું એલાન કર્યું છે. માયાવતીની પાર્ટી BSPએ હવે મુખ્તાર અંસારીથી અંતર વધારવાનો નિર્ણય લીધો છે. BSPએ ઉત્તરપ્રદેશની મઉ બેઠક પરથી ભીમ રાજભરને ટિકિટ આપવાનો નિર્ણય લીધો છે.

મુખ્તાર અંસારીના સ્થાને BSPના ઉત્તરપ્રદેશ અધ્યક્ષને અપાઈ ટિકિટ

BSPના અધ્યક્ષ માયાવાતીએ તાજેતરમાં જ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, BSPનો આગામી ઉત્તરપ્રદેશ ચૂંટણીમાં પ્રયાસ હશે કે, કોઈ બાહુબલી તેમજ માફિયાને ટિકિટ ન આપવામાં આવે. તેમનું આ નિવેદન પાર્ટી સાથે જોડાયેલા અને માફિયા તરીકેની છાપ ધરાવતા મુખ્તાર અંસારીને ટાંકીને કરાયું હતું. જોકે, માયાવતીના આ નિવેદન બાદ આજમગઢની મઉ વિધાનસભા બેઠક પર મુખ્તાર અંસારીના સ્થાને BSPના ઉત્તરપ્રદેશના અધ્યક્ષ ભીમ રાજભરને ટિકિટ આપવાનો નિર્ણય લેવાયો હતો.

મુખ્તાર અંસારીની હકાલપટ્ટીનું શું હોઈ શકે છે કારણ?

BSP દ્વારા ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી અગાઉ મુખ્તાર અંસારીને પાર્ટીમાંથી બહાર પણ કાઢવામાં આવી શકે છે. માયાવતીની આ રણનીતિ પાછળ એવું માનવામાં આવી રહ્યું છે કે, હાલમાં ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર દ્વારા માફિયા અને બાહુબલીઓના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી માફિયા તરીકેની છાપ ધરાવતા મુખ્તાર અંસારીના BSP સાથેના કનેક્શનને લઈને તેઓ મુદ્દો ન બનાવી શકે.

અનેક વખત BSPમાંથી કરાઈ છે હકાલપટ્ટી

સતત 3 વખત ચૂંટણી જીતેલા મુખ્તાર અંસારી માટે BSPમાંથી હકાલપટ્ટી કોઈ નવી વાત નથી. તેણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત જ BSP સાથે કરી હતી. 1996માં પ્રથમ વખત તે BSP તરફથી ચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચ્યો હતો. જ્યારબાદ 2017 સુધીમાં સતત 5 વખત જેલવાસ ભોગવ્યો છે. આ દરમિયાન તેને અનેક વખત BSPમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details