- બસપાના અધ્યક્ષ માયાવતીએ બીજેપીને ઘેરી
- ભાજપના વિકાસના દાવા પોકળ અને જુમલેબાજી ગણાવ્યા
- ભાજપથી લોકોનો મોહભંગ થઈ રહ્યો છે: માયાવતી
લખનૌ: ઉત્તર પ્રદેશની અંદર વિધાનસભા ચૂંટણી થવાની છે, જેમાં અત્યારે 6 મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે. આવામાં તમામ રાજકીય પાર્ટીઓ જોરશોરથી ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. તો બીજી તરફ ચૂંટણીથી પહેલા બીએસપી અધ્યક્ષ માયાવતીએ પ્રદેશની ભારતીય જનતા પાર્ટીની સરકાર પર તીખો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું છે કે, ભાજપના વિકાસના દાવા હવાહવાઈ તેમજ જુમલેબાજી સાબિત થઈ રહ્યા છે.
માયાવતીએ ટ્વીટ કરીને કર્યો પ્રહાર
બીએસપી અધ્યક્ષ તેમજ યુપીની પૂર્વ સીએમ માયાવતીએ ધાર્મિક ભાવનાઓ સાથે રમત રમવા અને વિકાસને લઇને ભાજપા સરકાર પર પ્રહાર કર્યો છે. માયાવતીએ ટ્વીટ કરીને કહ્યું કે, "યુપીના લોકોની પ્રતિ વ્યક્તિએ આવક યોગ્ય ન વધવા એટલે કે અહીંના કરોડો લોકોના ગરીબ અને પછાત બન્યા રહેવા સંબંધે રિઝર્વ બેંકના તાજા આંકડા એ સાબિત કરે છે કે ભાજપના વિકાસના દાવા હવાહવાઈ અને જુલમેબાજી છે. ઉત્તર પ્રદેશમાં તો આમની ડબલ એન્જિન સરકાર છે તો પણ એવું કેમ છે કે અહીં પ્રતિ વ્યક્તિ આવક સારી રીતે વધી નથી."