- જમિયત ઉલેમા-એ-હિન્દના અધ્યક્ષે પેલેસ્ટાઈન પર થયેલા હુમલાની ટિકા કરી
- ઈઝરાયલે પેલેસ્ટાઈનો પર જે હુમલો કર્યો તે માનવતા પર હુમલોઃ મૌલાના અરશદ મદની
- પેલેસ્ટાઈનના લોકોને જીવવાના અધિકારથી વંચિત રાખવા ઈઝરાયલનો પ્રયાસઃ મૌલાના
લખનઉઃ જમિયત ઉલેમા-એ-હિન્દના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ પેલેસ્ટાઈનો પર ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાની ટીકા કરી હતી. આ સાથે જ તેમણે આ હુમલાને માનવતા પર હુમલો ગણાવ્યો હતો. મૌલાનાએ કહ્યું હતું કે, વિશ્વ શક્તિઓ અને ઈસ્લામિક દેશોની ચુપ્પીના બળ પર હવે ઈઝરાયલ નિશસ્ત્ર અને નિઃસહાય પેલેસ્ટાઈનના લોકો પર હુમલો કરી રહ્યું છે. ઈઝરાયલ પેલેસ્ટાઈન લોકોને તેમના જીવવાના અધિકારથી વંચિત રાખવાનો પ્રયાસ કરે છે.
આ પણ વાંચોઃભારત બંધના એલાનને સફળ બનાવવા સુકમામાં નક્સલીઓએ 7 વાહનોને આગ ચાંપી
ઈઝરાયલ આતંકી દેશ છેઃ મૌલાના
મૌલાના મદનીએ જણાવ્યું હતું કે, વિશ્વ ઐતિહાસિક તથ્યથી ઈનકાર કરવાની હિમ્મત નથી કરી શકતું કે ઈઝરાયલ આતંકી દેશ છે. તેમણે જણાવ્યું હતું કે, ઈઝરાયલે કેટલાક વિશ્વ શક્તિઓના સમર્થનની સાથે પેલેસ્ટાઈન પર કબજો કરી લીધો છે અને હવે તે પેલેસ્ટાઈનના લોકોને ધરતી પરથી હટાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. કેટલાક મુસ્લિમ દેશોની સાથે રાજકીય સંબંધ સ્થાપ્યા બાદ તેમનો અશુદ્ધ મનોબળ એટલો વધ્યો છે કે,અલ-અક્સા મસ્જિદમાં નમાઝ પઢી રહેલા પેલેસ્ટાઈનના પુરુષ અને મહિલાઓની સાથે બાળકો પર પણ બર્બરતા દેખાડવામાં ઈઝરાયલ સંકોચ નથી કરતું.
આ પણ વાંચોઃરાજકોટમાં મેડિકલ સંચાલક અને મેડિકલ ઓફિસર પર દર્દીના સગાએ કર્યો હુમલો, ઘટના CCTVમાં કેદ
સંયુક્ત રાષ્ટ્રના સભ્યો ઈમાનદાર હોત તો આ સમસ્યાનું નિવારણ આવી ગયું હોતઃ મૌલાના
મૌલાનાએ વધુમાં જણાવ્યું કે, જો મુસ્લિમ દેશોએ શરૂઆતમાં આ મુદ્દાને મહત્વને ગંભીરતાથી આકલન કરીને પેલેસ્ટાઈન માટે એક પ્રભાવી સંયુક્ત રણનીતિ બનાવી હોત તો ઈઝરાયલ આજે પેલેસ્ટાઈનના લોકોનું શોષણ કરવાની હિમ્મત ન કરત. આંતરરાષ્ટ્રીય સમુદાય, વિશેષ રીતે વિશ્વના શક્તિશાળી દેશ જે સંયુક્ત રાષ્ટ્રના સ્થાયી સભ્ય છે. જો તેઓ ઈમાનદાર હોત તો આ સમસ્યાનું નિરાકરણ આવી ગયું હોત.