નવી દિલ્હીઃ દિલ્હીના નરેલા વિસ્તારમાં એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી (Massive fire broke out in plastic factory ) હતી. આગ ઝડપથી ફેલાઈ રહી હતી. આગ લાગતા જ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
નરેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયાની પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નહિ
દિલ્હીના નરેલા વિસ્તારમાં એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી (Massive fire broke out in plastic factory) હતી. આગ ઝડપથી ફેલાઈ રહી હતી. આગ લાગતા જ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આગ લાગવાની ઘટના: વિસ્તારના લોકોની સાથે દોઢ ડઝન જેટલા ફાયર ટેન્ડરો આગ ઓલવવામાં લાગેલા (fire tenders on spot) હતી. ઔદ્યોગિક વિસ્તારમાં આગ લાગવાની ઘટનાએ સનસનાટી મચાવી છે. આગ રાત્રે 9:30 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી.
આ પણ વાંચો:યોગીના પ્રધાન ભૂલ્યા શિષ્ટાચાર, કર્મચારી પાસેથી જૂતાનું કવર કઢાવ્યુ, સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ
પ્લાસ્ટિકના દાણાના કારણે આગ ઝડપથી ફેલાઈ: આ ફેક્ટરીમાં પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવવામાં આવતી હોવાનું જાણવા મળે છે. પ્લાસ્ટિકના દાણાના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસો ચાલુ છે. હાલ આગના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ લાગવાનું કારણ પણ જાણી શકાયું નથી.