ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં પુણેના શિવાજી બજારમાં લાગી આગ, 25 દુકાનો બળીને રાખ - મહારાષ્ટ્ર ન્યૂઝ

મહારાષ્ટ્રમાં પુણેના શિવાજી બજારમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડના અનેક વાહનોએ ઘટના સ્થળે પહોંચીને 40 મિનિટમાં આગને કાબૂમાં લીધી હતી. પ્રારંભિક અંદાજ મુજબ બજારની અંદરની ઓછામાં ઓછી 25 દુકાનોને નુકસાન થયું છે.

PUNE
PUNE

By

Published : Mar 16, 2021, 12:48 PM IST

  • મહારાષ્ટ્રમાં પુણેના શિવાજી બજારમાં લાગી આગ
  • આગને કારણે 25 દુકાનો બળીને રાખ
  • આગ લાગવાના કારણોની તપાસ કરાઈ રહી છે

પુણે: મહારાષ્ટ્રના પુણેની એક જૂની ફળ તેમજ શાકભાજી માર્કેટમાં લાગેલી આગમાં ઓછામાં ઓછી 25 દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી.

મહારાષ્ટ્રમાં પુણેના શિવાજી બજારમાં લાગી આગ

આગને કારણે 25 દુકાનો બળીને રાખ

ફાયર વિભાગના અધિકારીઓએ કહ્યું કે, આ સમયગાળા દરમિયાન કોઈ જાનહાની થવાના સમાચાર મળ્યા નથી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, શિવાજી બજારમાં સવારે 4 વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઉઠી હતી અને ઓછામાં ઓછી 25 દુકાનો તેના ઝપેટમાં આવી ગઈ હતી.

મહારાષ્ટ્રમાં પુણેના શિવાજી બજારમાં લાગી આગ

આ પણ વાંચો:કલકત્તાના બહુમાળી ઈમારતમાં લાગી આગ, 9 લોકોનાં મોત, વડાપ્રધાન મોદીએ મૃતકોને કરી 2 લાખની સહાય

આગ લાગવાના કારણોની તપાસ કરાઈ રહી છે

પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગના વડા પ્રશાંત રણપિસે કહ્યું હતું કે, આગ લાગી એવો ફોન આવ્યા બાદ અમે પાણીના 9 ટેન્કર મોકલ્યા હતા અને અડધા કલાકમાં આગ પર કાબૂમાં કરી લેવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન કોઈને ઈજા પહોંચી નથી અને આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રમાં પુણેના શિવાજી બજારમાં લાગી આગ

આ પણ વાંચો: મહારાષ્ટ્રના થાણેની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ

ABOUT THE AUTHOR

...view details