ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Sikkim Avalanche : સિક્કિમના નાથુલા વિસ્તારમાં હિમસ્ખલન, 7 પ્રવાસીઓના મોત - હિમસ્ખલન

સિક્કિમના નાથુલા વિસ્તારમાં હિમસ્ખલનમાં સાત પ્રવાસીઓઆ મોત થયા હતા, જ્યારે 11 ઈજાગ્રસ્ત થયા હતા. રસ્તા પરથી બરફ હટાવ્યા બાદ ફસાયેલા 350 પ્રવાસીઓ અને 80 વાહનોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

સિક્કિમના નાથુલા વિસ્તારમાં હિમસ્ખલન, 7 પ્રવાસીઓના મોત
સિક્કિમના નાથુલા વિસ્તારમાં હિમસ્ખલન, 7 પ્રવાસીઓના મોત

By

Published : Apr 4, 2023, 6:09 PM IST

ગંગટોક/દાર્જિલિંગઃ સિક્કિમમાં મંગળવારે ભીષણ હિમસ્ખલનમાં સાત લોકોના મોત થયા હતા અને 11 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. લગભગ 150 લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી છે.

હિમસ્ખલનમાં સાત પ્રવાસીઓઆ મોત: મંગળવારે બપોરે સિક્કિમની રાજધાની ગંગટોકથી 28 કિમી દૂર પૂર્વ સિક્કિમમાં સંગમો તળાવ પાસે જેએન રોડ પર માઇલ 17 પર હિમપ્રપાત થયો હતો. પ્રવાસીઓની અનેક કાર ખાડામાં પડી હતી. માહિતી મળતાની સાથે જ ભારતીય સેના, સિક્કિમ પોલીસ, ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓએ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને ગંગટોકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:હિમસ્ખલન થતા 26 લોકોના અકાળે મૃત્યું, સર્ચ ઑપરેશન શરૂ 3 હજુ ગાયબ

રેસ્ક્યૂ ઓપરેશન શરૂ:બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ની પ્રેસ રિલીઝ અનુસાર મંગળવારે સવારે 12:15 વાગ્યે JNM રોડ પર માઈલ 14 પર અચાનક હિમપ્રપાતમાં 25-30 પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. નિવેદન અનુસાર, BRO પ્રોજેક્ટ સ્વસ્તિક દ્વારા સ્વિફ્ટ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 22 પ્રવાસીઓને ઊંડી ખીણમાંથી બચાવીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દોઢ કલાક સુધી બરફમાં દટાયેલી મહિલાને બચાવી લેવામાં આવી, તેને STNM હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. આ સિવાય રસ્તા પરથી બરફ હટાવ્યા બાદ ફસાયેલા 350 પ્રવાસીઓ અને 80 વાહનોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:Avalanche in Uttarkashi : અત્યાર સુધીમાં 10 મૃતદેહો મળી આવ્યા, ગુમ થયેલા 20 લોકોની શોધ ચાલુ

ભારતીય સેનાની પાંચ ટીમો ઘટનાસ્થળે:સંગમો તળાવ સિક્કિમનું પ્રખ્યાત પર્યટન સ્થળ છે. ઉપરાંત, તાજેતરમાં સતત હિમવર્ષાને કારણે, તે પ્રવાસી વિસ્તારોમાં ઘણો વરસાદ પડ્યો હતો. જોકે, સિક્કિમમાં તાજેતરના ભૂતકાળમાં આવો હિમપ્રપાત ક્યારેય બન્યો નથી. સ્થાનિક રહેવાસીઓ પણ ભારતીય સેનાને બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે. સમાચાર સાંભળીને સિક્કિમના મુખ્યપ્રધાન પ્રેમસિંહ ગોલે પીડિતોના પરિવારજનો અને ઈજાગ્રસ્તોને મળવા માટે ગંગટોક હોસ્પિટલ પહોંચ્યા હતા. ભારતીય સેનાના કર્નલ અંજન કુમાર વસુતારીએ કહ્યું કે 'ભારતીય સેનાની પાંચ ટીમોને બચાવ સામગ્રી સાથે ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. તેઓ બચાવ કાર્યમાં લાગેલા છે.

ABOUT THE AUTHOR

...view details