ગુજરાત

gujarat

ETV Bharat / bharat

MARS TRANSITION: ગ્રહમંડળના સેનાપતિ મંગળનું તુલામાં ભ્રમણ શરુ, જાણો કઇ રાશિ પર કેવો પ્રભાવ - જ્યોતિષશાસ્ત્ર

જ્યોતિષશાસ્ત્રમાં મંગળ ગ્રહને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. મંગળ 22 ઓક્ટોબરે તુલા રાશિમાં (MARS TRANSITION) પ્રવેશ્યો છે. આ કારણે મોટાભાગની રાશિઓને શુભ અથવા મિશ્ર પરિણામ મળશે. કેટલીક રાશિના જાતકોને થોડો સંઘર્ષ કરવો પડી શકે છે. મંગળને શક્તિ, પરાક્રમ, ઋણ અને રક્તનો કારક માનવામાં આવે છે.

MARS TRANSITION: ગ્રહમંડળના સેનાપતિ મંગળનું તુલામાં ભ્રમણ શરુ, જાણો કઇ રાશિ પર કેવો પ્રભાવ
MARS TRANSITION: ગ્રહમંડળના સેનાપતિ મંગળનું તુલામાં ભ્રમણ શરુ, જાણો કઇ રાશિ પર કેવો પ્રભાવ

By

Published : Oct 23, 2021, 6:48 PM IST

  • ગ્રહમંડળના સેનાપતિ મંગળ ગ્રહનું ગોચર બદલાયું
  • 22 ઓક્ટોબરે મંગળ મહારાજનું તુલા રાશિમાં ભ્રમણ શરુ
  • 12 રાશિઓના જાતકો પર કેવી થશે અસર તે જાણો વિષય નિષ્ણાત પાસેથી

ગ્રહમંડળમાં સેનાપતિ માનવામાં આવતાં મંગળ ગ્રહનું ગોચર ભ્રમણ (MARS TRANSITION) 22 ઓક્ટોબરથી બદલાયું છે. આ લડાયક સ્વભાવના ગ્રહદેવ હવે તુલા રાશિમાં ભ્રમણ કરશે. ત્યારે ગોચરમાં તુલા ભ્રમણની અસરમાં મંગળ તમામ રાશિઓને કેવું ફળ આપશે તે જોઇએ.

મેષ રાશિ

સૌથી પહેલાં જો મેષ રાશિના લોકો વિશે વાત કરીએ તો મંગળ તમારા ગ્રહ અને આઠમા ભાવનો સ્વામી છે. આ ગોચર (MARS TRANSITION) દરમિયાન મંગળ જન્મ પત્રિકાના સાતમા ભાવમાં ગોચર કરશે. તમે મહેનત કરો. તમારી વાણીમાં ધીરજ રાખો અને અહંકારી ન બનો. જ્યારે પરિવારમાં વિવાદ થાય ત્યારે તમે મધ્યસ્થી તરીકે પણ કામ કરી શકો છો. આ સમયે તમારા ક્ષેત્રમાં સામાન્ય સફળતા મળવાની અપેક્ષા છે. મંગળના આ પરિવર્તનને કારણે ક્રોધ, ગુસ્સો વધશે. તમારા વ્યક્તિત્વમાં ધીરજનો અભાવ રહેશે. ભાગીદારીમાં વ્યવસાય કરી શકે છે. પરિવારમાં વિવાદ થશે, તણાવ રહેશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકોને મંગળ સાતમા અને બારમા ભાવનો સ્વામી હોવાથી તે છઠ્ઠા ઘરમાં ગોચર કરશે. આ (MARS TRANSITION) સમયગાળા દરમિયાન પારિવારિક જીવન માટે કંઈ ખાસ કહી શકાય નહીં. નાની સમસ્યા પણ તમને મોટી સમસ્યામાં નાંખી શકે છે. જોકે વૃષભ રાશિના લોકોને ભાગ્ય સાથ આપશે. વિરોધીઓ અને દુશ્મનોથી સાવધાન રહેશો તો જીતી જશો. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. જીવનસાથીને શારીરિક અને માનસિક સમસ્યાઓ થઈ શકે છે. દુશ્મનોનું પ્રભુત્વ રહેશે. અકસ્માતની સંભાવના છે. લોન લેવાનું ટાળો.

મિથુન રાશિ
મિથુન રાશિના લોકો વિશે વાત કરીએ તો મંગળ છઠ્ઠા અને અગિયારમા ભાવનો સ્વામી હોવાથી તે પાંચમા ભાવમાં (MARS TRANSITION)ભ્રમણ કરશે. મિથુન રાશિના જાતકોને પ્રેમ સંબંધો, દાંપત્યજીવનમાં સમસ્યા રહેશે. આ ગોચર વિદ્યાર્થીઓ માટે સારું રહેશે. તમે શનિદેવની નાની પનોતીમાંથી પસાર થઈ રહ્યાં છો, તેથી તમને સમસ્યાઓ થતી રહેશે. મિથુન રાશિવાળા લોકોને વડીલોની સંપત્તિ, સાસરિયા પક્ષ તરફથી લાભ થવાની સંભાવના છે. બને ત્યાં સુધી પરિવારમાં શાંતિ જાળવી રાખો. મિથુન રાશિના જાતકોના સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખવું, જો કે સ્વાસ્થ્ય સારું રહેવાની શક્યતા છે. મંગળના આ પરિવર્તનને કારણે ક્રોધ, ગુસ્સો વધશે. આ સંક્રમણ સમયગાળા દરમિયાન તમારા બાળકો પણ ગુસ્સે થઈ શકે છે. મેડિકલ આઈટી સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. તાત્કાલિક અથવા બિનજરૂરી ખર્ચની સંભાવના છે. મંગળ લાભકારક હોવાથી તમને અનેક રીતે ધનનો લાભ મળી શકે છે. આ ગોચર અવધિ તમને જ લાભ આપશે, કેટલીક સમસ્યાઓ રહેશે.

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે મંગળ પાંચમા અને દસમા ભાવનો સ્વામી બની ચોથા ઘરમાં પ્રવેશ કરશે. તે કર્મેશ અને પંચમેશ બને છે. કર્ક રાશિના જાતકોને જમીન અને મકાન સંબંધી કાર્યોમાં લાભ મળશે. તમે ખરીદી અથવા વેચાણ દ્વારા આમાંથી નફો મેળવશો. રોકાણ વગેરેમાંથી પૈસાની બાબતમાં આ સમય તમારા માટે ફાયદાકારક બની શકે છે. પરિવારમાં વિવાદ થશે, તણાવ રહેશે. મંગળની દ્રષ્ટિ ચોથા ભાવ પર રહેશે, જેના કારણે માતાના સ્વાસ્થ્યમાં સમસ્યા સર્જાઈ શકે છે. ઘરમાં અણબનાવનું વાતાવરણ રહેશે. આ સમયમાં તમારા વ્યવસાય, ક્ષેત્ર, નવી નોકરીમાં મોટી સફળતા મળવાની અપેક્ષા છે. એકંદરે આ સમય (MARS TRANSITION) તમારા માટે શુભ રહેશે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે મંગળ ભાગ્યેશ અને સુખેશ થઈને પરાક્રમ ભાવમાં ગોચર કરશે. રોગ અને દેવાની બાબતોમાં તમને રાહત મળશે. તે સુવિધાઓમાં પણ વધારો કરી શકે છે. તમને પ્રેમમાં સફળતા મળી શકે છે. સરકારનો સહયોગ મળશે. રાજકારણ સાથે જોડાયેલા લોકોને ફાયદો થવાની આશા છે. તમને જીવનસાથીનો સહયોગ મળશે. શત્રુઓ પર વિજયની સંભાવના છે. સિંહ રાશિના લોકોના પરાક્રમ, કર્મ અને ભાગ્યમાં વૃદ્ધિ થશે. આ સાથે નોકરીયાત લોકો માટે પણ આ સમય પ્રમોશનનો છે. વિદ્યાર્થીઓને સારા પરિણામ મળશે, દરેકનો સહકાર મળશે. વિવાહિત જીવન સંબંધિત સમસ્યાઓ દૂર થશે. પરિવારનું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે. જૂની સમસ્યા હલ થશે. પારિવારિક જીવન અનુકૂળ રહેશે. આ સમય (MARS TRANSITION) દરમિયાન તમારા ભાઈબહેનો વચ્ચે પ્રેમમાં વૃદ્ધિ થશે.

કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે મંગળ આઠમા ભાવમાં અને પરાક્રમી બનીને બીજા ભાવમાં ગોચર કરશે. તેની દ્રષ્ટિ પાંચમા, આઠમા અને ભાગ્ય (નવમા) ઘર પર પડશે. તમને પૈતૃક સંપત્તિથી લાભ થવાની અપેક્ષા છે. વિદ્યાર્થીઓ માટે આ સમય સાનુકૂળ રહેશે, અંગત જીવનમાં સાવધાન રહો. કાર્યસ્થળ પર તમારાથી નાના અને મોટા દરેક સાથે મળીને રહો, નહીં તો તમે મુશ્કેલીમાં આવી શકો છો. કાર્યક્ષેત્ર અને વ્યવસાયમાં તમારા માટે સમય મિશ્રિત રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય તમારા માટે સારો રહેશે, છતાં સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ. પાંચમી દ્રષ્ટિને કારણે બાળકો પર પણ ધ્યાન આપવું જોઈએ. અચાનક ધનલાભ અને સંપત્તિ સંચયનું કામ થશે. આકસ્મિકપણેે નફો, ધન મળવાની સંભાવના છે. બીજા ભાવમાં ગોચરના (MARS TRANSITION) કારણે વાણીમાં કઠોરતા રહેશે.

તુલા રાશિ

આ સમયે મંગળ તમારા લગ્નભાવ તુલા રાશિમાં જ ભ્રમણ (MARS TRANSITION) કરશે. મંગળ તમારા સાતમા અને બીજા ભાવનો સ્વામી છે. તમને અચાનક નાણાકીય લાભ મળશે, તમારામાં ચંચળતા રહેશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ઘણો અનુકૂળ રહેશે. તુલા રાશિના જાતકોને અંગત જીવનમાં લાભ મળશે, પ્રેમ સંબંધો સારા રહેશે અને અવિવાહિતોને લગ્નના નવા પ્રસ્તાવ મળશે. તમારી રાશિમાં મંગળના ભ્રમણને કારણે તમારું વ્યક્તિત્વ તેજસ્વી અને સકારાત્મક બનશે, સાથે જ થોડો અહંકાર પણ તમારામાં આવશે. તમારી વાણીમાં રુક્ષતા અને કઠોરતા રહેશે. કાર્યક્ષેત્ર, વેપારમાં તમને લાભ મળશે. નવી નોકરી મળવાની શક્યતાઓ રહેશે. તુલા રાશિના લોકો માટે શનિની નાની પનોતી ચાલી રહી છે, તેથી થોડી સમસ્યા રહેશે. તમે હનુમાનજીની પૂજા કરો. તુલા રાશિના જાતકોને જમીન, મકાન, વાહનથી લાભ થશે. જમીન, મકાન, વાહનનો આનંદ મળશે. તુલા રાશિના લોકોનું પારિવારિક જીવન સારું રહેશે.

વૃશ્ચિક રાશિ
આ સમયે મંગળ તુલા રાશિમાં તમારા બારમા ભાવમાં ભ્રમણ (MARS TRANSITION) કરશે, મંગળ તમારા લગ્ન અને છઠ્ઠા ઘરનો સ્વામી છે. મંગળની દ્રષ્ટિ ત્રીજા, પાંચમા અને છઠ્ઠા ભાવ પર પડશે. આ ગોચર અવધિને શુભ કહી શકાય નહીં. દુશ્મનોનું વર્ચસ્વ રહેશે, દલીલોથી દૂર રહો. વૃશ્ચિક રાશિના જાતકોના સ્વાસ્થ્યને લઈને થોડી સાવધાની રાખો. વિવાહિત જીવન સંબંધિત પરેશાનીઓ આવશે. તમને જીવનસાથીનો સહયોગ મળશે. આ રાશિના લોકોને માનસિક તણાવ, કોર્ટ કેસ કે વિવાદનો સામનો કરવો પડી શકે છે. ઘણાં આર્થિક ઉતાર-ચઢાવ આવશે.

ધન રાશિ

મંગળ આ સમયે તુલા રાશિમાં તમારા અગિયારમા ઘરમાં ભ્રમણ (MARS TRANSITION) કરશે, મંગળ તમારા બારમા અને પાંચમા ભાવનો સ્વામી છે. આ સમયગાળા દરમિયાન સમય પડકારોથી ભરેલો રહેશે. માનસિક અસ્વસ્થતા હોવા છતાં પણ તમારી જાતને સંતુલિત રાખવાનો પ્રયત્ન કરો. પરિવારમાં માતાપિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ખરાબ વસ્તુઓ, ખરાબ સંગતથી દૂર રહો. આ સમય દરમિયાન તણાવ તેમ જ વિવાદોથી દૂરી રાખવી યોગ્ય રહેશે. વેપાર, નોકરીમાં તમારે વધુ મહેનત કરવી પડશે.

મકર રાશિ

આ સમયે મંગળ તમારા દસમા ભાવમાં તુલા રાશિમાં ભ્રમણ (MARS TRANSITION) કરશે, મંગળ તમારા કલ્યાણકારી અને સુખ (ચોથા) ભાવનો સ્વામી છે. તે સુવિધાઓમાં પણ વધારો કરી શકે છે. તમને પ્રેમમાં સફળતા મળી શકે છે. તમને જીવનસાથીનો સહયોગ મળશે. આ રાશિના જાતકોને આ સમયે તેમના કામમાં સફળતા મળશે. મકર રાશિના કેટલાક લોકો આ સમયે ધાર્મિક કાર્યો તરફ ઝૂકાવ રહેશે. તેમને તેમાં ભાગ લેવાની તક મળશે. રોકાણ વગેરેમાંથી પૈસાની બાબતમાં આ સમય તમારા માટે ફાયદાકારક બની શકે છે. ભાઈઓ અને બહેનોનો સહયોગ મળશે. વ્યાપારીઓ માટે ધનલાભની સંભાવના છે, નવું કાર્ય શરૂ કરી શકો છો. નોકરિયાત લોકો માટે પણ આ સમય સારો રહેવાનો છે.

કુંભ રાશિ

આ સમયે મંગળ તમારા નવમા ભાવ તુલા રાશિમાં ગોચર કરશે, મંગળ તમારા દસમા અને પરાક્રમ (ત્રીજા) ભાવનો સ્વામી છે. પરિવારનું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે. તે તમારા માટે શુભ સાબિત થશે. જે સમસ્યા પહેલાંથી ચાલી રહી છે તેનો ઉકેલ આવશે. આ ગોચરની (MARS TRANSITION) અસરથી ભાગ્યનો સાથ મળશે. વેપારીઓ માટે લાભની સંભાવના છે, નોકરીયાત લોકો માટે પણ આ સમય સારો રહેવાનો છે. આ ગોચરની અસરથી સુખસુવિધાઓમાં વધારો થશે. તમને પ્રેમમાં સફળતા મળી શકે છે. તમને જીવનસાથીનો સહયોગ મળશે. તમને માન-સન્માન મળશે.

મીન રાશિ

આ સમયે મંગળ તમારા છઠ્ઠા ભાવમાં તુલા રાશિમાં ભ્રમણ કરશે, મંગળ તમારા નવમા ઘર અને બીજા ભાવનો સ્વામી છે. તમને મિશ્ર અસરો જોવા મળશે. એકંદરે આ સમય તમારા માટે શુભ રહેશે. રોકાણ વગેરેમાંથી પૈસાની બાબતમાં આ સમય ફાયદાકારક બની શકે છે. આ સમયગાળા દરમિયાન (MARS TRANSITION) તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. પારિવારિક સંબંધો મજબૂત રહેશે. પરિવારનું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે. વેપારમાં તમારે સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ સમયગાળા દરમિયાન તમે દાન, ધર્મ વગેરે પણ કરી શકો છે. ઘણાં આર્થિક ઉતાર-ચઢાવ આવશે. સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થશે.

આ પણ વાંચોઃ સૌરમંડળના સૌથી વિશાળ ગ્રહ Jupiter Direct ભ્રમણ શરુ, જાણો કોને કોને થશે વધુ લાભ

આ પણ વાંચોઃ ન્યાયના દેવતા શનિગ્રહ પોતાની રાશિ મકરમાં થયા માર્ગી, જાણો કઇ રાશિ પર શું થશે અસર

ABOUT THE AUTHOR

...view details