ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કજોડાનો વેશ: નાબાલિકના ત્રણ ગણી વયના વ્યકિત સાથે લગ્ન, પોલીસે કરી કાર્યવાહી - દીકરી સાથે મારપીટ

તેલંગણા રાજ્યના રંગારેડ્ડી (Ranga Reddy District Telangana) જિલ્લામાંથી બાળલગ્નનો (Child Marriage Case complaint) કેસ નોંધાયો છે. જેમાં છોકરીની ઈચ્છા વિરૂદ્ધમાં જઈ એના લગ્ન કરાવાયા હતા. પોલીસે આ માતા પિતા સામે કાયદેસરના પગલાં લઈ વધુ તપાસ (Police Investigation procedure) શરૂ કરી છે. છોકરીને સુધારણા કેન્દ્રમાં મોકલી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે.

કજોડાનો વેશ: 12 વર્ષની છોકરીના 35 વર્ષના વ્યક્તિ સાથે લગ્ન, પોલીસ ફરિયાદ નોંધાઈ
કજોડાનો વેશ: 12 વર્ષની છોકરીના 35 વર્ષના વ્યક્તિ સાથે લગ્ન, પોલીસ ફરિયાદ નોંધાઈ

By

Published : May 16, 2022, 7:25 PM IST

રંગારેડ્ડી: તેલંગણા રાજ્યના રંગારેડ્ડી જિલ્લાના (Ranga Reddy District Telangana) કેશમપેટ મંડળના પાપારેડ્ડી ગામમાંથી બાળલગ્નનો કેસ (Child Marriage Case ) નોંધાયો છે. જેમાં માતા પિતાએ પોતાની 12 વર્ષની છોકરીના લગ્ન 35 વર્ષના યુવાન સાથે કરી દેવામાં આવ્યા હતા. યુગલ અલમ્મા અને ગોપાલ જુદી જુદી જગ્યાએ સ્થળાંતર કરીને જીવનનું ગુજરાન ચલાવે છે. સંતાનમાં એમને 12 વર્ષની દીકરી છે. તેમણે પોતાની દીકરીના લગ્ન 35 વર્ષના યુવાન સાથે કરી નાંખ્યા હતા. જે ફારૂકનગરના વેલિજારલા ગામે રહે છે. દીકરીનો જન્મદિવસ (Birthday Celebration Claim) એવું કહીને તેમને પરણાવી દીધી હતી.

આ પણ વાંચો:ગુજરાત ATS-સુરત SOGના મોટા ઑપરેશનમાં છ શખ્સોની ધરપકડ, હત્યા અને ડ્રગ્સ કેસમાં છુપાતા ફરતા આ રીતે પકડાયા

દીકરી સાથે મારપીટ કરી: આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે દીકરીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. પછી દીકરીએ ગામના લોકો અને આઈસીડીએસને જાણ કરી હતી. માતા પિતા પછી આવ્યા અને સંબંધીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. પછી છોકરી એમના સંબંધીના ઘરેથી પણ ભાગી નીકળી હતી. દીકરી સાથે મારપીટ કરવાના લીધે દીકરી માતા પિતા સાથે ચાલી ગઈ હતી. આઈસીડીએસના અધિકારીને આ વાતની જાણ થતા એક અધિકારીએ પોલીસ ફરિયાદ કરી હતી. પછી છોકરીને માતા પિતાના ત્રાસમાંથી છોડાવી સુધારણા કેન્દ્રમાં મોકલી દેવામાં આવી હતી. કેશમપેટ પોલીસે આ કેસમાં ઊંડી તપાસ શરૂ કરી દીધી છે.

ABOUT THE AUTHOR

...view details