ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Madhya Pradesh Accident: ડમ્પર સાથે અથડાયા બાદ બસમાં લાગી ભીષણ આગ, 12 લોકો જીવતા સળગી જતાં મોત, 14 ઘાયલ - મધ્યપ્રદેશ ન્યૂઝ

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં એક કરૂણ અકસ્માત સર્જાયો છે, જ્યાં ડમ્પર સાથે અથડાયા બાદ એક બસમાં આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં 12 લોકો જીવતા સળગી જતાં તેમના મૃત્યું નીપજ્યાં છે. ઘટનાને લઈને મુખ્યપ્રધાન મોહન યાદવ અને સિંધિયાએ શોક વ્યક્ત કર્યો છે, આ ઉપરાંત મુખ્યપ્રધાને મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તો માટે વળતરની પણ જાહેરાત કરી છે.

મ્પર સાથે અથડાયા બાદ બસમાં લાગી ભીષણ આગ
મ્પર સાથે અથડાયા બાદ બસમાં લાગી ભીષણ આગ

By ETV Bharat Gujarati Team

Published : Dec 28, 2023, 7:15 AM IST

Updated : Dec 28, 2023, 8:03 AM IST

ડમ્પર સાથે અથડાયા બાદ બસમાં લાગી ભીષણ આગમાં 12 લોકોના મોત

ગુના:મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં બુધવારે રાત્રે એક દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી હતી, જ્યાં ગુનાથી આરોન જતી એક ખાનગી બસમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં 12 લોકો જીવતા સળગી જતાં તેમના કરૂણ મૃત્યું નીપજ્યાં છે, જ્યારે બસ પણ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. જાણવા મળતી વિગત અનુસાર આ ઘટનામાં 12 લોકો જીવતા સળગી જતાં મોતને ભેટ્યાં છે. જ્યારે દુર્ઘટનાના સમાચાર મળતાની સાથે જ ફાયર બ્રિગેડ અને વહીવટી સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ તમામ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા.

વહીવટીતંત્ર ઘટનાસ્થળે: ગુના જિલ્લાના પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, રાત્રે લગભગ 9 વાગ્યે બસ ગુનાથી આરોન તરફ જઈ રહી હતી, જ્યારે ડમ્પર ગુના તરફ આવી રહ્યું હતું. આ દરમિયાન બસ અને ડમ્પર વચ્ચે સામસામે ટક્કર થઈ હતી.અથડામણ એટલી ગંભીર હતી કે જોતજોતામાં બસમાં આગ લાગી ગઇ હતી અને થોડી જ વારમાં બસ આગની પ્રચંડ જ્વાળાઓણાં લપેટાઈ ગઈ હતી.

12 મુસાફરો જીવતા સળગ્યા: મુસાફરો કંઈક સમજીને બહાર નીકળી શકે ત્યાં સુધીમાં આગ સંપૂર્ણ રીતે ફેલાઈ ગઈ હતી. ઘટના સમયે બસમાં લગભગ 30 મુસાફરો હતા અને તેમાંથી 4 લોકો જેમતેમ કરીને બસમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. જોકે, 12 લોકો જીવતા સળગી ગયા હતા અને 14 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.

  1. 6 Died in Road Accident: અમેરિકામાં થયેલ ગમખ્વાર અકસ્માતમાં આંધ્ર પ્રદેશના MLAના 6 સંબંધીઓના ઘટના સ્થળે મૃત્યુ થયાં
  2. Rajsthan Accident: રાજસ્થાનના બાડમેરમાં બે વાહનોની ટક્કર, ગુજરાતના 3 લોકોના મોત
Last Updated : Dec 28, 2023, 8:03 AM IST

ABOUT THE AUTHOR

...view details