પિથોરાગઢ: ઉત્તરાખંડના સરહદી જિલ્લા પિથોરાગઢમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. જ્યાં ધારચુલા વિસ્તારમાં પીકઅપ વાહન ખાડામાં પડી જવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયાની માહિતી મળી રહી છે. પિથોરાગઢના એસપી લોકેશ્વર સિંહે અકસ્માતની પુષ્ટિ કરી છે. વાહનમાં કેટલા લોકો સવાર હતા તેની સ્પષ્ટ માહિતી હજુ સુધી વહીવટી તંત્ર પાસે ઉપલબ્ધ નથી.
આ દુર્ઘટના ધારચુલા વિસ્તારના પાંગલામાં થઈ હતી. જ્યાં UK 04 TB 2734 વાહન ખાડામાં પડીને કાલી નદીમાં ખાબક્યું હતું. મામલાની માહિતી મળતાની સાથે જ SDRF અને સ્થાનિક પોલીસની ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. પીકઅપ વાહનમાં મુસાફરો કોણ હતા અને કેટલા લોકો હતા તેની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. દુર્ઘટના સ્થળે નેટવર્કની સમસ્યાને કારણે રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.' -લોકેશ્વર સિંહ, એસપી, પિથોરાગઢ