- અલીગઢ ઝેરી દારૂ કાંડમાં મોતનો સિલસિલો યથાવત
- ઘણા ગામલોકો તેમાં સામેલ
- દોષીતોની સંપત્તિ વેચી તે પૈસાથી મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવવામાં આવશેઃ મુખ્યપ્રધાન
અલીગઢ: ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં ઝેરી દારૂ (Poisonous Liquor) પીવાથી અત્યાર સુધીમાં 35 લોકોનાં મોત થયાં છે. તેમાં ગામ લોકોની સાથે ગેસ બોટલિંગ પ્લાન્ટના ડ્રાઇવરો અને કામદારો પણ સામેલ છે. તે જ સમયે આ ઘટનામાં 14 લોકોની હાલત નાજુક છે. જે જે.એન.મેડિકલ કોલેજ અને જિલ્લા હોસ્પિટલમાં દાખલ છે.
આ પણ વાંચો: ઉત્તરપ્રદેશમાં ઝેરી દારૂ પીવાથી 11 લોકોના મોત, મુખ્યપ્રધાને આપ્યા કડક નિર્દેશ
મોતનો સિલસિલો યથાવત
ગુરુવારે રાત્રે શરૂ થયેલી મોતનો સિલસિલો હજી થોભવાનું નામ નથી લઈ રહ્યો. જેમાં અંડલામાં એચપી બોટલિંગ પ્લાન્ટના ટેન્કર ચાલક સહિત 35 લોકોનાં મોત થયાં છે. જણાવી દઈએ કે, આ સંખ્યા હજી વધુ વધી શકે છે. જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજના 14 દર્દીઓની હાલત ગંભીર છે. દેશના વિવિધ પ્રદેશોમાંથી અલીગઢ પોલીસ સ્ટેશન લોધા, ખૈર, જવાં, ટપ્પલ, પિસાવા વિસ્તારમાંથી દારૂની ખરીદી કરવામાં આવી હતી.