હઝરતગંજ, ઉત્તર પ્રદેશ : રાજધાની લખનઉમાં એક મોટીદુર્ઘટના ઘટી છે. હઝરતગંજ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતાં 9 લોકોના મોત થયા (wall collapse in lucknow) છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે એક ઘરની દિવાલ હતી. આ ઘટનામાં બે બાળકોના પણ મોત થયા હતા. ઘટનાની જાણકારી મળ્યા બાદ મુખ્યપ્રધાન યોગીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ સાથે મૃતકોના પરિજનોને 4 લાખ રૂપિયાની રાહત રકમ આપવાની પણ સૂચના આપવામાં આવી છે. collapse under construction wall
લખનઉમાં મોટી દુર્ઘટના, ઘરની દિવાલ ધરાશાયી થતા બે બાળકો સહિત 9 લોકોના મોત - દિવાલ પડતા લોકોના મોત
લખનઉમાં નિર્માણાધીન મકાનની દિવાલ ધરાશાયી થવાને કારણે મોટો અકસ્માત થયો (wall collapse in lucknow) હતો. આ ઘટનામાં કાટમાળ નીચે દટાઈ જવાથી 9 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં પહોંચેલી પોલીસે સ્થાનિક લોકોની મદદથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. collapse under construction wall
![લખનઉમાં મોટી દુર્ઘટના, ઘરની દિવાલ ધરાશાયી થતા બે બાળકો સહિત 9 લોકોના મોત લખનઉમાં મોટી દુર્ઘટના](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16384907-thumbnail-3x2-died.jpg)
વરસાદને કારણે ઘટના : કહેવામાં આવી રહ્યું છે કે, ભારે વરસાદને કારણે આ દુર્ઘટના થઈ છે. લખનઉમાં ગઈકાલ ગુરૂવારથી સતત વરસાદ પડી રહ્યો છે. દિવાલનો કાટમાળ હટાવવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન યોગીએ પોતે ડીએમ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાની સૂચના આપી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, વરસાદના કારણે રાહત કાર્યમાં પણ મુશ્કેલી પડી રહી છે.
ઘર એકદમ જર્જરિત હાલતમાં હતું :હઝરતગંજ વિસ્તારમાં ઘણા જૂના મકાનો છે. આ ઘર લગભગ 100 વર્ષ જૂનું કહેવાય છે. વરસાદના કારણે ઘરની આખી દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. જેમાં 10 જેટલા લોકો દટાયા હતા. આ સમગ્ર વિસ્તારમાં ઘણી નાની ગલીઓ છે, જેના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે. કામ ઝડપી બનાવવા અને કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.