ઉત્તરાખંડ: પૌરી જિલ્લામાં 4 સપ્ટેમ્બરે લગ્ન ઉત્સવ શોકમાં ફેરવાઈ ગયો હતો. લગ્નમાં જઇ રહેલી બસ 500 મીટર ઊંડી ન્યાર નદીમાં ખાબકી હતી. બસ હરિદ્વારના લાલધાંગથી પૌરી જિલ્લાના કાંડા ગામ તરફ જઈ રહી હતી, ત્યારે બિરખાલના સિમડી બેન્ડ પાસે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. સીએમ પુષ્કર સિંહ ધામીએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.3
ઉત્તરાખંડમાં લગ્નમાં જઇ રહેલી બસ નદીમાં ખાબકી, 25ના મોત - कोटद्वार की खबरें
ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં મંગળવારે એક મોટો અકસ્માત થયો હતો. લગ્નમાં જઇ રહેલી બસ ન્યાર નદીમાં ખાબકી હતી. સ્થાનિક પોલીસ અને SDRFની ટીમ બચાવ કામગીરીમાં લાગેલી હતી. રેસ્ક્યુ ટીમે અત્યાર સુધીમાં નદીમાંથી 25 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે.
બસમાં 45 લોકો સવાર હતા બસમાં 45 બારાતીઓ સવાર હતા. અકસ્માત બાદ બસમાં સવાર કેટલાક લોકો કોઈક રીતે રોડ પર પહોંચી ગયા હતા અને મોબાઈલ ફોનથી પોતાના પરિચિતોને ઘટનાની જાણ કરી હતી. રેસ્ક્યુ ઓપરેશન ટીમે અત્યાર સુધીમાં 25 મૃતદેહોને બહાર કાઢ્યા છે. અંધારાના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. કારણ કે હજુ પણ ઘણા લોકો ગુમ હોવાનું કહેવાય છે.
25 લોકોના મોત થયા પૌડી ગઢવાલ પોલીસે કહ્યું કે, 9 ઇજાગ્રસ્તો ને બચાવી લેવામાં આવ્યા છે. તેમાંથી 6ને બીરખાલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે, એક ગંભીર રીતે ઘાયલને કોટદ્વાર રીફર કરવામાં આવ્યો છે જ્યારે બે વ્યક્તિની સ્થિતિ સામાન્ય છે. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડ સચિવાલય સ્થિત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં પહોંચ્યા અને અધિકારીઓ પાસેથી ઘટનાની માહિતી લીધી હતી. સીએમએ જિલ્લા મેજિસ્ટ્રેટ પૌરી સાથે વાત કર્યા બાદ રાહત અને બચાવ કાર્ય સંપૂર્ણ તકેદારી સાથે કરવા સૂચના આપી છે. સરકારી સ્તરેથી શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે, જે અંતર્ગત રાહત અને બચાવ કાર્ય માટે ટીમો રવાના કરવામાં આવી છે.