ગુજરાત

gujarat

દિવાળી પહેલા જ ગામમાં છવાયો માતમ, માટીનો ટેકરો ધરાશાયી થતા 8 લોકો દટાયા - 2ના મોત

By

Published : Oct 27, 2021, 2:53 PM IST

કાનપુરના ઘાટમપુર (Kanpur Ghatampur)માં બુધવારે એક અકસ્માત (Accident) થયો હતો. માટી ખોદવા ગયેલી મહિલાઓ અને બાળકો પર માટીનો ટેકરો ધરાશાયી (Mud Mound Collapsed) થયો હતો. ટેકરા નીચે દબાઈ જવાથી 2ના મોત થયા હતા, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

દિવાળી પહેલા જ ગામમાં છવાયો માતમ, માટીનો ટેકરો ધરાશાયી થતા 8 લોકો દટાયા - 2ના મોત
દિવાળી પહેલા જ ગામમાં છવાયો માતમ, માટીનો ટેકરો ધરાશાયી થતા 8 લોકો દટાયા - 2ના મોત

  • માટીનો ટેકરો ધરાશાયી થતાં 8 લોકો દટાયા
  • 2 મહિલાઓના મોત, 6 લોકો ગંભીર રીતે ઘાયલ
  • માટી લેવા માટે ખેતરમાં ગઈ હતી મહિલાઓ

કાનપુર: જિલ્લાના ઘાટમપુર (Kanpur Ghatampur)ના સજેટી પોલીસ સ્ટેશન વિસ્તારના મઉનખત ગામમાં બુધવારે એક મોટો અકસ્માત થયો હતો. માટીનો ઢગલો ધરાશાયી (Mud Mound Collapsed) થવાથી અહીં 8 લોકો દટાયા હતા. આ અકસ્માતમાં 2 મહિલાઓના મોત થયા છે. તે જ સમયે, 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

ઘર લીંપવા માટે માટી લેવા ખેતરમાં ગઈ હતી મહિલાઓ

દિવાળીના તહેવારના આગમન પહેલા બુધવારે સવારે મઉનખત ગામની કેટલીક ગ્રામીણ મહિલાઓ ઘરને લીંપવા માટે માટી લેવા ખેતરમાં ગઈ હતી. ગામથી થોડે દૂર મહિલાઓ અને બાળકો ટેકરા નીચે માટી ખોદી રહ્યા હતા. દરમિયાન અચાનક માટીનો ઢગલો તૂટી પડતાં 8 લોકો માટીની અંદર દટાઈ ગયા હતા. અકસ્માત બાદ બૂમો પડી હતી અને ગ્રામજનોએ બચાવ કાર્ય શરૂ કર્યું હતું.

વધુ લોકો દટાયા હોવાની શક્યતા

ગામના સરપંચની સૂચનાના આધારે ત્યાં પહોંચેલી પોલીસે 8 ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં મોકલ્યા હતા. જ્યાં તબીબે 2 મહિલાને મૃત જાહેર કરી હતી. જ્યારે 6 લોકોને સારવાર આપવામાં આવી રહી છે. સાથે જ માટી નીચે વધુ લોકો દટાયા હોવાની શક્યતાને પગલે જેસીબીથી માટી કાઢવામાં આવી રહી છે. અકસ્માત બાદ ગામમાં અરેરાટીનો માહોલ છે.

આ પણ વાંચો:Pegasus Spyware: સ્વતંત્ર તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક્સપર્ટ કમિટી બનાવી

આ પણ વાંચો: કેપ્ટન અમરિંદર સિંહ નવી પાર્ટી બનાવશે, કાર્યકાળનો સંપૂર્ણ હિસાબ આપ્યો

ABOUT THE AUTHOR

...view details