અયોધ્યા :આધ્યાત્મિક નગરી અયોધ્યામાં એક તરફ ભવ્ય રામ મંદિરનું નિર્માણકાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે. તો બીજી તરફ જિલ્લા પ્રશાસન, અયોધ્યા વિકાસ સત્તામંડળ અને પ્રવાસન વિભાગ સંયુક્ત અભિયાન ચલાવી રહ્યા છે. જે અંતર્ગત અયોધ્યાને સ્વચ્છ અને સુંદર બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ શ્રેણીમાં અયોધ્યાની ઓળખ કહેવાતા પરંતુ લુપ્ત અને નષ્ટ થવાના આરે પહોંચેલા તળાવોનું બ્યુટિફિકેશન અને નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે.
તળાવોનું બ્યુટિફિકેશન : તળાવોનું નવીનીકરણ આ અભિયાન અંતર્ગત પર્યટન વિભાગે અયોધ્યામાં એવા ત્રણ તળાવોનું નવીનીકરણ કર્યુ છે જે લુપ્ત થઈ ગયા હતા. જેમાં હનુમાન કુંડ, અગ્નિકુંડ અને ગણેશકુંડ મુખ્ય તળાવો છે. રાજ્ય સરકારની સૂચનાથી આ તળાવોનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે. જેના કારણે હવે અહીં હવે પ્રવાસીઓનો પ્રવાહ શરૂ થયો છે. ઉપરાંત સ્થાનિક લોકો પણ આ પરિસરમાં તેમના શુભ અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે.
અયોધ્યામાં પર્યટન વિભાગ દ્વારા ત્રણ લુપ્ત થઈ ગયેલા તળાવોનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે. સાથે જ દંતધાવન કુંડ અને વિદ્યા કુંડના પણ નવીનીકરણની યોજના છે. આ ઉપરાંત અન્ય તળાવોનું પણ નવીનીકરણ કરવામાં આવશે. -- આર.પી. સિંહ (પ્રાદેશિક પ્રવાસન અધિકારી)
પ્રવાસીઓ માટે સુવિધા : આ અંગે પ્રાદેશિક પ્રવાસન અધિકારી આર.પી. સિંહે જણાવ્યું હતું કે, અયોધ્યાને સુંદર બનાવવાની સંપૂર્ણ યોજના તૈયાર છે. સામાન્ય લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને તળાવોમાં નિર્માણકાર્ય કરવામાં આવી રહ્યું છે. આમાં પેસેન્જર શેડ, સુલભ શૌચાલય અને કુંડ સુધી પહોંચવા માટે સીડીઓ બનાવવામાં આવી રહી છે. પ્રવાસીઓ માટે તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેથી કરીને અયોધ્યામાં પર્યટન સંબંધિત પ્રવૃત્તિ વધે અને આ પ્રાચીન તળાવોની ઓળખ ખોવાઈ ન જાય.
કુંડથી અયોધ્યાની ઓળખ : જગતગુરુ રામાનંદાચાર્ય રામદિનેશચાર્ય મહારાજે કહ્યું કે, અયોધ્યાની ઓળખ તળાવ અને કુંડથી થાય છે. અયોધ્યા ભલે શ્રીલંકામાં હોય અથવા ઓસ્ટ્રેલિયામાં પણ હોય પરંતુ આ કુંડ જ અયોધ્યાની સાબિતી આપે છે. તીર્થ વિવેચની સભાએ પણ પત્થરો લગાવીને તેમની ઓળખ પ્રતિબિંબિત કરી છે. અયોધ્યા તળાવોની મધ્યમાં આવેલું છે. આ તળાવો અયોધ્યાની પૌરાણિક કથા અને આધ્યાત્મિકતાનું પ્રતિક છે. રાજ્ય સરકારે આ પ્રાચીન તળાવોની કાળજી લીધી છે, આ એક સાર્થક પહેલ છે. જો રામ મંદિરની સાથે આ તળાવોનું નિર્માણ અને જીર્ણોદ્ધાર કરવામાં આવે તો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રીતે જાણીતી અયોધ્યા આ તળાવોના નિર્માણથી જીવંત થશે.
- Ram Mandir Replica Trend : અમદાવાદમાં અયોધ્યા રામ મંદિર પ્રતિકૃતિ ગિફ્ટ આર્ટિકલ તરીકે હોટ ફેવરિટ બની
- Ayodhya News: આંધ્રમાં માતા સીતા માટે બનેલી 16 કિલોની સાડી પર 32200 વાર લખાયું શ્રીરામ, જુઓ વીડિયો