બિહાર : દાનાપુરના માનેરમાં રેતીના ઘાટ પર બોટમાં ભોજન રાંધતી વખતે રાંધન ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં પાંચ લોકોના મૃત્યુ થયા હતા. એવું કહેવાય છે કે, માનેરના ગંગા ઘાટ પર ગેરકાયદે રેતીથી ભરેલી બોટ પર સિલિન્ડર વિસ્ફોટ થયો હતો. ઘટના બાદથી હોબાળો મચી જવા પામ્યો હતો.
માનેરમાં બોટમાં સિલિન્ડર બ્લાસ્ટ -મૃતકોની ઓળખ રંજન પાસવાન, દશરથ પાસવાન, ઓમ પ્રકાશ રાય અને કન્હાઈ બિંદ તરીકે થઈ છે. રંજન પાસવાન, દશરથ પાસવાન અને ઓમ પ્રકાશ રાય હલ્દી છપરા માનેરના રહેવાસી હોવાનું કહેવાય છે. અહીં મૃત્યુંની માહિતી મળતાં જ સ્થાનિક માનેર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી.
5 મજૂરોનું દર્દનાક મોત -કહેવાય છે કે ગેરકાયદે રેતી વહન કરતી બોટમાં 20 જેટલા મજૂરો સવાર હતા. જેમાંથી 5 રેતી મજૂરો ઝૂંપડામાં ભોજન રાંધી રહ્યા હતા. તે દરમિયાન ગેસ લીક થયો હતો અને તેમાં આગ લાગી હતી. પેટ્રોલ પણ નજીકમાં જ રાખવામાં આવ્યું હતું, તેમાં પણ આગ લાગી અને બોટમાં સવાર 5 લોકો દાઝી ગયા હતા. ત્યાં ડઝનેક કામદારો ઇજાગ્રસ્ત પણ થયા હતા. કહેવાય છે કે આ તમામ મજૂરો સોન નદીની ગેરકાયદેસર રેતી લઈને સોનપુર સારણ તરફ જઈ રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા હાલમાં રાજ્યમાં રેતી ખનન પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં પણ સોન કાંઠે ગેરકાયદેસર રીતે રેતી ખનનનો ધંધો ચાલી રહ્યો છે.
ગેરકાયદેસર રેતી ખનન દરમિયાન અકસ્માત! -રાજ્યમાં હાલમાં રેતી ખનન પર સંપૂર્ણ પ્રતિબંધ છે. તેમ છતાં જિલ્લાના અનેક વિસ્તારોમાં ગેરકાયદે રેતીનો ધંધો ચાલી રહ્યો છે. પટના જિલ્લાના માનેર પોલીસ સ્ટેશન વિસ્તારના રામપુર રેતી ઘાટ પર રેતીથી ભરેલી બોટમાં ભોજન બનાવતી વખતે ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં ચાર મજૂરોના ઘટનાસ્થળે જ મૃતેયું નીપજ્યા હતા, જ્યારે ઘણા મજૂરો ઇજાગ્રસ્ત હોવાનું કહેવાય છે.