- મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી તરાજી
- મહારાષ્ટ્રમાં વરસાદ અને પૂરથી પીડિત લોકોને બચાવવા માટે સેના પણ તૈનાત
- વરસાદને કારણે વિનાશ સર્જાયો
મુંબઇ:મહારાષ્ટ્રમાં વરસાદ અને પૂરથી પીડિત લોકોને બચાવવા માટે સેના પણ તૈનાત કરવામાં આવી છે અને સરકાર પણ પ્રયાસ કરી રહી છે. સીએમ ઉદ્ધવ ઠાકરે અસરગ્રસ્ત ગામની મુલાકાત પણ ગયા હતા સાતારા જવાની તૈયારી પણ કરી રહ્યા છે, પરંતુ સ્થિતિ એવી છે કે, ભારેલા પાણી ઉતરવામાં મહીનાઓ લાગી શકે છે.
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધીમાં 149 લોકોનાં મોત નીપજ્યાં છે અને લગભગ 100 લોકો ગુમ છે. રાહત અને પુનર્વાસ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી આશરે 2,30,000 લોકોને સ્થળાંતર કરાયા છે. કુલ 3,248 પ્રાણીઓ મૃત્યુ પામ્યા છે અને 50 લોકો ઘાયલ થયા છે. લગભગ 875 ગામોને પૂરની અસર થઈ છે. આ આંકડો સત્તાવાર છે પરંતુ વરસાદને કારણે વિનાશ સર્જાયો છે,
મુખ્યપ્રધાન હવાઈ સર્વે કરી રહ્યા છે
સીએમ ઉદ્ધવ ઠાકરે સોમવારના રોજ પૂરગ્રસ્ત સાતારા, સાંગલી અને કોલ્હાપુરનો હવાઈ સર્વે કરી શકે છે. આ પહેલા રવિવારે તેઓ કોંકણ ક્ષેત્રના રત્નાગિરિ જિલ્લાના ચિપલૂનની મુલાકાતે ગયા હતા, જે ભારે પૂરથી પ્રભાવિત હતા. તે દરમિયાન લોકોએ મુખ્યપ્રધઆન પાસે પોતી વ્યક્ત કર્યું હતું.
રાયગઢ અને રત્નાગિરિ જિલ્લાઓને સરકારે રૂપિયા 2 કરોડની કટોકટી આર્થિક સહાય પૂરી પાડી છે. નિવેદનમાં જણાવાયું છે કે, વરસાદથી પ્રભાવિત સાતારા, સાંગલી, પુના, કોલ્હાપુર, થાણે અને સિંધુદુર્ગને પણ પ્રત્યેક 50 લાખની નાણાકીય સહાય આપવામાં આવી છે.