ઇંફાલ : મણિપુરમાં બે જૂથો વચ્ચે ગોળીબારમાં 13 લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોને અત્યાર સુધીમાં 13 મૃતદેહો મળ્યા છે. આ ઘટના મ્યાનમારની સરહદે આવેલા તેંગનોપલ જિલ્લામાં બની હતી.
મણિપુરમાં આતંકવાદીઓના બે જૂથો વચ્ચે ગોળીબારમાં 13ના મોત - 13 people killed in gun battle in Manipur
મણિપુરના તેંગનોપલ જિલ્લામાં સોમવારે આતંકવાદીઓના બે જૂથો વચ્ચે ગોળીબારમાં ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

Published : Dec 4, 2023, 6:12 PM IST
બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી : અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના સોમવારે બપોરે લીથુ ગામમાં બની હતી. તેંગનોપલ જિલ્લાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'મ્યાંમાર જઈ રહેલા આતંકવાદીઓના જૂથ પર આ વિસ્તાર પર પ્રભુત્વ ધરાવતા આતંકવાદીઓના બીજા જૂથે હુમલો કર્યો હતો.'
13 લોકોના મોત નિપજ્યા હતા : અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળે પહોંચેલા સુરક્ષા દળોને અત્યાર સુધીમાં 13 મૃતદેહો મળી આવ્યા છે. માર્યા ગયેલા લોકોની ઓળખ હજુ થઈ નથી પરંતુ એવું લાગે છે કે તેઓ સ્થાનિક ન હતા. તેંગનોપલ જિલ્લો તેની સરહદ મ્યાનમાર સાથે વહેંચે છે.