ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તરાખંડના ચમોલીમાં થયેલા અકસ્માતમાં 12 લોકોના મોત

જોશીમઠ બ્લોકમાં ઉરગામ-પલ્લા જાખોલા મોટર વે (Urgam-Palla Jakhola Motorway) પર પસાર થતી ટાટા સુમો કાર ખીણમાં (accident took place) પડી હતી. કારમાં 12 થી 13 લોકો સવાર હતા. જેમાં બે મહિલાઓ સહિત 12 લોકોના મોત થયા છે. જો કે તંત્ર દ્વારા બચાવ અને રાહતની કામગીરી હાથ ધરાઈ હતી. મુખ્યમંત્રી દ્વારા મૃતકોના પરિજનોને સહાય રાશિ કરાઈ છે

ઉત્તરાખંડના ચમોલીમાં થયેલા અકસ્માતમાં 12 લોકોના મોત
many-fears-death-in-road-accident-at-chamoli

By

Published : Nov 18, 2022, 8:34 PM IST

ચમોલી: જોશીમઠ બ્લોકના ઉરગામ-પલ્લા જાખોલા મોટર વે (Urgam-Palla Jakhola Motorway) પર મોડી સાંજે મુસાફરોથી ભરેલી ટાટા સુમો બેકાબૂ થઈ ગઈ અને રસ્તાથી લગભગ 700 મીટર નીચે ઊંડી ખીણમાં પડી ગઈ. મળેલી માહિતી અનુસાર કારમાં 12 થી 13 લોકો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતમાં (accident took place) વાહનમાં સવાર બે મહિલાઓ સહિત 12 લોકોના મોત (12 people, including two women died) થયા છે. બચાવ અને રાહત કામગીરી (Rescue and relief operations are underway) ચાલી રહી છે. મૃતદેહોને ખાઈમાંથી કાઢી લેવામાં આવ્યા છે.

12 લોકોના મોત:ઘટનાની જાણકારી મળતા જ ચમોલીના ડીએમ અને એસએસપી પણ ઘટનાસ્થળે રવાના થઈ ગયા હતા. જે બાદ એસડીઆરએફ અને પોલીસ દ્વારા સ્થળ પર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ ચમોલીના જોશીમઠ તહસીલ હેઠળના ઉરગામ-પલ્લા જાખોલા રોડ પર વાહન અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. જીલ્લા મેજીસ્ટ્રેટ ચમોલી સાથે ફોન પર વાત કરીને મુખ્યમંત્રીએ રાહત અને બચાવ કાર્ય ઝડપી ગતિએ હાથ ધરવા સૂચના આપી હતી.અકસ્માતમાં વાહનમાં સવાર બે મહિલાઓ સહિત 12 લોકોના મોત થયા છે

તંત્ર એક્શનમાં: ખાઈ મોટી અને અંધારું હોવાથી પોલીસ ટીમને બચાવ કામગીરીમાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.પરંતુ રેસ્ક્યુ ટીમે અત્યાર સુધીમાં બે મહિલાઓ અને 10 પુરૂષોના મૃતદેહ બહાર કાઢ્યા છે. ઉત્તરાખંડ SDRF એ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વાતની પુષ્ટિ કરી છે. જે બાદ મુખ્યમંત્રીએ અકસ્માતની મેજિસ્ટ્રેટ તપાસ કરવા અને મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની સહાય આપવાની સૂચના આપી હતી. આ સાથે અકસ્માતમાં ઘાયલોની મફત સારવાર સુનિશ્ચિત કરવા પણ કહેવામાં આવ્યું છે. ઘટના સ્થળે હજુ પણ બચાવ કાર્ય ચાલુ છે. જિલ્લા મેજિસ્ટ્રેટ હિમાંશુ ખુરાના, પોલીસ અધિક્ષક પ્રમેન્દ્ર ડોબલ સાથે એસડીઆરએફ, એનડીઆરએફ, પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે બચાવ કાર્યમાં લાગેલી છે.

ABOUT THE AUTHOR

...view details