સિદ્ધાર્થનગર: ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં શનિવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હત અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જોગિયા કોતવાલી વિસ્તારના નૌગઢ બંસી રોડ પર આવેલા કાત્યા ગામ પાસે મોડી રાત્રે બોલેરોએ રોડની બાજુમાં પાર્ક કરેલા ટ્રેલરને ટક્કર મારી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યા છે. ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
યુપીમાં માર્ગ અકસ્માતમાં 9 લોકોએ ગુમાવ્યો પોતાનો જીવ - सिद्धार्थनगर में भीषण सड़क हादसा
યુપીના સિદ્ધાર્થનગર જિલ્લામાં શનિવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. 3 લોકો ઇજાગ્રસ્ત થયાનું સામે આવી રહ્યું છે.

યુપીમાં માર્ગ અકસ્માતમાં
વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું -અકસ્માત બાદ મુખ્યપ્રધાન યોગી અને વડાપ્રધાન મોદીએ દુખની લાગણી વ્યક્ત કરી હતી. મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય સારવાર આપવાના નિર્દેશ આપ્યા છે.