સીકર : રાજસ્થાનના સીકર જિલ્લાના શ્રીમાધોપુરમાં રવિવારે એક સ્કૂલ બસ અને કાર વચ્ચેની ટક્કરમાં ચાર લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 5 લોકો ઘાયલ થયા છે. ઘાયલો પૈકી 3ની હાલત ગંભીર છે. ઘાયલોને જયપુર રીફર કરવામાં આવ્યા છે. આ અકસ્માત શ્રીમાધોપુરના ચિલાવાસી બસ સ્ટેન્ડ પાસે થયો હતો. ખંડેલાના ધારાસભ્ય સુભાષ મિલ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
Rajasthan Accident : રાજસ્થાનમાં સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, 4ના મોત અને 5 ઘાયલ
રાજસ્થાનના સીકર જિલ્લાના શ્રીમાધોપુરમાં એક સ્કૂલ બસ અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે અને 5 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 3ની હાલત નાજુક છે.
Published : Dec 18, 2023, 6:55 AM IST
4 લોકોના મોત થયા : માહિતી મળતા જ પોલીસ-પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બસ અને કાર વચ્ચેની ટક્કર બાદ રોડ પર લાંબો ટ્રાફિક જામ છે, જેને હટાવવા પોલીસ પ્રયાસો કર્યા હતા. શ્રીમાધોપુર પોલીસ સ્ટેશનના એએસઆઈ કૈલાશ ગુર્જરે જણાવ્યું કે, શ્રીમાધોપુર શહેરની એક ખાનગી કોલેજની બસ ગતરાત્રે સાંજે વિદ્યાર્થીઓને જયપુરના પ્રવાસે લઈ પરત ફરી રહી હતી. આ દરમિયાન ચીલાવાસી બસ સ્ટેન્ડ પાસે કાર અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત થયો હતો.
આ રીતે સર્જાયો અકસ્માત : ASI કૈલાશ ગુર્જરે જણાવ્યું કે, અનિલ જાંગીડ, સુભાષ જાંગીડ, રીંગાના રહેવાસી, બજરંગ લાલ બગરીયા બાસના રહેવાસી છે. ચોથા વ્યક્તિનું રેફર દરમિયાન મૃત્યુ થયું હતું અને તેની ઓળખ થવાની બાકી છે. ત્રણ ઘાયલોને રેફર કરવામાં આવ્યા છે, જેમાં અજય જાંગિડ, સોહનલાલ જાંગિડ અને પપ્પુ વર્માને સારવાર માટે જયપુર રિફર કરવામાં આવ્યા છે. જો કે, કેટલાક પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે એક મોટરસાઇકલ સવારને બચાવવાનો પ્રયાસ કરતી વખતે સ્કૂલ બસ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો.