ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Delhi Metro Station : દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે યોજાનાર G20 સમિટ સંદર્ભે મેટ્રોના ઘણા સ્ટેશનો બંધ રાખવામાં આવશે - દિલ્હી મેટ્રો સ્ટેશન

દિલ્હીમાં યોજાનારી G20 સમિટ માટે મેટ્રો સ્ટેશન બંધ રહેશે. જેની જાણકારી એક એડવાઈઝરી દ્વારા રજૂ કરવામાં આવી છે. આગામી તારીખ 9 અને 10 સપ્ટેમ્બરે કેટલાક મેટ્રો સ્ટેશનના દરવાજા સંપૂર્ણ બંધ અને કેટલાક મેટ્રો સ્ટેશનના અમૂક દરવાજા ખુલ્લા રાખવાનું આયોજન કર્યુ છે. વાંચો મેટ્રો સ્ટેશનના કાર્યરત રહેતા કાર્યક્રમ વિશે...

જી 20 સમિટ સંદર્ભે મેટ્રોના કેટલાક સ્ટેશન બંધ રહેશે
જી 20 સમિટ સંદર્ભે મેટ્રોના કેટલાક સ્ટેશન બંધ રહેશે

By ETV Bharat Gujarati Team

Published : Sep 4, 2023, 8:41 PM IST

નવી દિલ્હીઃ રાજધાનીમાં 9 અને10 સપ્ટેમ્બરે G20 સમિટના આયોજનને પરિણામે મેટ્રોના અનેક સ્ટેશન બંધ રાખવામાં આવશે. આયોજન સંદર્ભે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સમિટ માટે દિલ્હીને સુંદર રીતે શણગારવામાં આવી રહ્યું છે. આ દરમિયાન દિલ્હી સુરક્ષાના અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ જશે. સુરક્ષા સંદર્ભે ઘણા માર્ગો બંધ કરી દેવામાં આવશે. જેમાં મેટ્રોના ઘણા સ્ટેશનના દરવાજા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મેટ્રો સર્વિસ બંધ નહીં થાયઃ મેેટ્રો સેવા ચાલુ તો રહેશે દિલ્હી પોલીસે મેટ્રોના ઘણા સ્ટેશન જે G20 સમિટના રૂટ અને સ્થળો પર ખુલે છે તેના દરવાજા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એડવાઈઝરી અનુસાર સેન્ટ્રલ દિલ્હીથી લઈને દક્ષિણ દિલ્હી વચ્ચેના ઘણા સ્ટેશનનો સમાવેશ થાય છે. જો કે મેટ્રો સર્વિસ બંધ કરવામાં નહીં આવે અને તેનું સુપેરે સંચાલન કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટ મેટ્રો સ્ટેશન સદંતર બંધ રહેશેઃ આ દરમિયાન મોતીબાગ, ભીકાજી કામા પ્લેસ, મુનિરકા, આરકે પૂરમ, આઈઆઈટી, સદરબજાર અને કેન્ટોન્મેન્ટ મેટ્રો સ્ટેશન પર અવરજવર બંધ રહેશે. સુપ્રીમ કોર્ટનું મેટ્રો સ્ટેશન સદંતર બંધ રહેશે કારણ કે સુપ્રીમ કોર્ટની નજીક G20 સમિટ પ્રગતિ મેદાનમાં યોજાનાર છે.

અવર જવર માટે ચાલુ રહેનારા ગેટ્સઃ જે મેટ્રો સ્ટેશનના ગેટ બંધ રહેશે તેમાં ખાન માર્કેટના ગેટ નં.1,2,3, કૈલાશ કોલોનીનો ગેટ નં. 2, લાજપત નગર ગેટ નં.1,2,3,4, જંગપુરા ગેટ નં. 1,3 આશ્રમ ગેટ નં. 1,3 બારખંબા ગેટ નં. 1,3,4,5,6 ઈન્દ્રપ્રસ્થ ગેટ નં2, હૌજ ખાસ ગેટ નં 1,2,4 માલવીયા નગર ગેટ નં 3,4 બંધ રહેશે. પાલમ મેટ્રો સ્ટેશન ગેટ નં. 1 અને 2 બંધ રહેશે જ્યારે ગેટ નં 3થી અવરજવર કરી શકાશે. કેન્દ્રીય સચિવાલયના 3 અને 4 બંધ રહેશે જ્યારે 1,2,5 નંબર ગેટથી અવર જવર કરી શકાશે.

  1. મેટ્રો ટ્રેક પર પી કરતો વીડિયો વાયરલ, DMRC એ આપ્યા તપાસના આદેશ
  2. Delhi Metro Rail : દિલ્હી મેટ્રો ટ્રેનમાં ટેક્નિકલ સમસ્યાના કારણે સેવા ખોરવાઈ

ABOUT THE AUTHOR

...view details