- વીડિયોગ્રાફી કર્યા પછી ફરીથી મૃતદેહોને દફનાવી દીધા
- ઘાટ પર લાકડાની અછતના કારણે લોકો મૃતદેહને દફનાવી રહ્યા છે
- વરસાદને કારણે મૃતદેહો ઉપરની રેતી ધોવાઈ ગઈ
કાનપુર: દેશભરમાં કોરોનાનો કહેર યથાવત્ છે. રેકોર્ડ કેસ અને મૃત્યુથી આખો દેશ હચમચી ઉઠ્યો છે. UPની હાલત પણ ખરાબ છે. કાનપુરમાં સંક્રમણની ગતિ ધીમી થઈ ગઈ છે, પરંતુ મૃત્યુઆંક હજી અટકવાનું નામ નથી લઈ રહ્યો. લોકોને સ્મશાન ઘાટ અને ઇલેક્ટ્રિકલ સ્મશાન કેન્દ્રમાં સ્મશાન માટે સ્થાન મળતું નથી. કાનપુરનો શિવરાજપુર ઘેરેશ્વર ઘાટ પણ આજ સ્થિતિમાં છે. ઘેરેશ્વર ઘાટ પર સેંકડો મૃતદેહો પણ દફનાવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, લાકડાની અછત અને મોંઘા લાકડાને કારણે ગ્રામજનોએ મૃતદેહને દફનાવી દીધો છે.
આ પણ વાંચો:રાજકોટ રામભરોસે, અંતિમવિધિ માટે એક સાથે અનેક મૃતદેહો ભેગા રાખવા પડ્યા
એપ્રિલ મહિનામાં રેકોર્ડ મૃતદેહો છેલ્લા અંતિમ સંસ્કાર માટે અહીં આવ્યા