- AIIMS એ શનિવારે તેનો 66મો સ્થાપના દિવસ ઉજવ્યો
- મહામારીના પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું
- કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ મુખ્ય અતિથિ તરીકે પધાર્યા
નવી દિલ્હી: કોરોના મહામારીમાં દિવસ અને રાત દર્દીઓની સેવા કરનારી AIIMS એ શનિવારે તેનો 66મો સ્થાપના દિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન કોરોના મહામારીના પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતુ. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ મુખ્ય અતિથિ તરીકે અને આરોગ્ય રાજ્યપ્રધાન પ્રતિભા પંવાર ખાસ મહેમાન તરીકે પધાર્યા હતા અને વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું.
આ પણ વાંચો:વેશ બદલીને હૉસ્પિટલોના નિરીક્ષણ માટે ગયા મનસુખ માંડવિયા, સિક્યુરિટી ગાર્ડે માર્યો ડંડો!
કોરોના મહામારીનો સામનો કરવામાં AIIMS ની મોટી ભૂમિકા
AIIMSના સ્થાપના દિવસ નિમિત્તે આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીનો સામનો કરવામાં AIIMS ની મોટી ભૂમિકા છે. કોરોના સમયગાળા દરમિયાન પણ, દર્દીઓને ટેલિમેડિસિન અને ટેલી-કન્સલ્ટેશન દ્વારા એમ્સમાં સતત સેવા આપવામાં આવી રહી હતી. તેમણે માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્ક દ્વારા એઈમ્સના 22000 કર્મચારીઓને દેશમાં નંબર વન મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.