ગુજરાત

gujarat

ડાયટમ તપાસના રિપોર્ટ મુજબ મનસુખ હિરેન પાણીમાં પડ્યા ત્યારે જીવીત હતા: અધિકારી

મનસુખ હિરેનનાં મોત અંગે મોટો ખુલાસો થયો છે. ડાયટમ તપાસના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, તે જ્યારે પાણીમાં પડ્યા ત્યારે જીવતા હતા. મહારાષ્ટ્ર ATS આ મામલે તપાસ કરી રહી છે.

By

Published : Mar 18, 2021, 2:28 PM IST

Published : Mar 18, 2021, 2:28 PM IST

ડાયટમ તપાસના રિપોર્ટ મુજબ મનસુખ હિરેન પાણીમાં પડ્યા ત્યારે જીવીત હતા: અધિકારી
ડાયટમ તપાસના રિપોર્ટ મુજબ મનસુખ હિરેન પાણીમાં પડ્યા ત્યારે જીવીત હતા: અધિકારી

  • મનસુખ હિરેનની હત્યાના કેસમાં પત્ની દ્વારા કરાઈ હતી માગ
  • તટસ્થ તપાસની માગ કરાતા પોલીસ અધિકારી સચિન વાઝે પર ગાળિયો કસાયો હતો
  • હિરેનનું પોસ્ટમોર્ટમ કરનારા તમામ ડોક્ટરોના પણ નિવેદનો લેવાશે

મુંબઇ: ઉદ્યોગપતિ મનસુખ હિરેનની ડાયટમ પરીક્ષા (ડૂબીને થયેલા મોતના કિસ્સામાં કરાતી તબીબી પરીક્ષા) દર્શાવે છે કે, તે જ્યારે પાણીમાં પડ્યા તે સમયે જીવતા હતા. જો કે, આ અહેવાલ નિર્ણાયક નથી. મહારાષ્ટ્રની એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડ(ATS) મનસુખ હિરેનના રહસ્યમય મોતની તપાસ કરી રહી છે. ડાયટમ ટેસ્ટ એ ડૂબીને મૃત્યુ પામનારા લોકોની મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મહત્વપૂર્ણ ટેસ્ટ છે.

મનસુખ હિરેનનાં ફેફસાંમાથી પાણી મળી આવ્યું

અધિકારીના જણાવ્યા પ્રમાણે, "ડાયટમ ટેસ્ટનો રિપોર્ટ દર્શાવે છે કે, તે(હિરેન) જ્યારે પાણીમાં પડ્યો ત્યારે જીવતો હતો." તેના ફેફસાંમાથી પાણી મળી આવ્યું છે. અમે અસ્થિના નમૂનાને હરિયાણાની અપરાધ વિજ્ઞાન પ્રયોગશાળામાં મોકલ્યા છે. તેમણે કહ્યું કે, "તપાસકર્તાઓને ડાયટમ તપાસ રિપોર્ટ મળ્યો છે, પરંતુ તે નિર્ણાયક નથી." અધિકારીએ જણાવ્યું કે, વિસેરા, લોહીના નમૂના, નેઇલ ક્લિપિંગના રિપોર્ટની પણ રાહ જોવાઇ રહી છે.

આ પણ વાંચો-એન્ટિલિયા શંકાસ્પદ કાર કેસ : કાર માલિકનું મોત, NIA તપાસની માગ

ડાયટમ હાડકાના નમૂના હરિયાણાની લેબમાં તપાસાર્થે મોકલાયા

ATSના DIG શિવદીપે પુષ્ટિ કરી હતી કે, ડાયટમ હાડકાના નમૂના હરિયાણાની એક લેબમાં મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, "ATSની ટીમ કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં હિરેનનું પોસ્ટમોર્ટમ કરનારા ત્રણ ડોક્ટરોના પણ નિવેદનો લેશે."

ABOUT THE AUTHOR

...view details