- છઠ પૂજા પર પ્રતિબંધ લગાવવાનો BJP દ્વારા વિરોધ
- વિરોધ પ્રદર્શન અટકાવવા દિલ્હી પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો
- દિલ્હી પોલીસની કાર્યવાહીમાં બીજેપી સાંસદ મનોજ તિવારી ઘાયલ
નવી દિલ્હી: છઠ પૂજા (chhath puja 2021) પર પ્રતિબંધ લગાવવાના વિરોધમાં દિલ્હી BJP દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનમાં દિલ્હી પોલીસ (Delhi Police) દ્વારા વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો. આ દરમિયાન સાંસદ મનોજ તિવારી (MP Manoj Tiwari) ઘાયલ થઈ ગયા. છાતી પર વોટર કેનનનો પ્રહાર થવાના કારણે મનોજ તિવારી બેરિકેડની નીચે પડી ગયા. ત્યારબાદ બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા મનોજ તિવારીને ગાડીમાં બેસાડીને સારવાર માટે લઈ જવામાં આવ્યા. અત્યારે તેઓ સફદરજંગ હૉસ્પિટલમાં ભરતી છે.
સાર્વજનિક સ્થળો પર છઠ પૂજાના સમારંભ પર પ્રતિબંધ
દિલ્હીના સાર્વજનિક સ્થળો પર છઠ પૂજાના સમારંભ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આને લઇને દિલ્હી ભાજપા અધ્યક્ષ આદેશ ગુપ્તાએ પણ કહ્યું છે કે, આ તહેવાર ભવ્ય રીતે મનાવવામાં આવશે. DDMAએ કોવિડ-19ની સ્થિતિને જોતા સાર્વજનિક સ્થળો પર છઠ પૂજા સમારંભ પર પ્રતિબંધ લગાવ્યો છે. મનોજ તિવારીએ આ આદેશ પર વિરોધ કરવાની વાત કહી હતી.