નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ ઉપ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા આ વખતે હોળી તિહાર જેલમાં મનાવશે. રાઉઝ એવન્યુ કોર્ટે સિસોદિયાને 20 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. જે અંતર્ગત સિસોદિયા 14 દિવસ તિહાર જેલમાં રહેશે.
સિસોદિયા 14 દિવસ રહેશે તિહાર જેલમાં:એક્સાઈઝ કૌભાંડમાં પકડાયેલા મનીષ સિસોદિયાને સીબીઆઈ દ્વારા સતત બીજી વખત રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા. રિમાન્ડની મુદ્દત પૂર્ણ થતાં સોમવારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટની કાર્યવાહી દરમિયાન સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ તેની દલીલો રજૂ કરી અને તે પછી કોર્ટે AAP નેતાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની સૂચના આપી. હવે તેઓ 14 દિવસ તિહાર જેલમાં જશે. ઉલ્લેખીય છે કે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન દ્વારા તેમની ધરપકડને પડકારતી અરજી અને જામીન માટે અરજી પર 10 માર્ચે સુનાવણી થશે. હાલમાં સિસોદિયાની તેમની પત્ની અને માતાની માંદગી અને ઉદારતા બતાવવાની અપીલને પણ સ્વીકારવામાં આવી નથી.
આ પણ વાંચો:Land For Job Scam: પટણામાં રાબરી નિવાસસ્થાન પર CBIના દરોડા, જમીનના બદલામાં નોકરી કૌભાંડમાં પૂછપરછ