નવી દિલ્હીઃ દિલ્હીના નાયબપ્રધાન મનીષ સિસોદિયા હવે PWD (Public Works Department) પ્રધાનની જવાબદારી પણ (manish sisodia made pwd minister) સંભાળશે. અત્યાર સુધી PWD વિભાગ સત્યેન્દ્ર જૈન પાસે હતો. PWD વિભાગની જવાબદારી સોંપ્યા બાદ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા હવે 11 વિભાગોની જવાબદારી સંભાળશે જે સૌથી વધુ છે, આ અંગે દિલ્હી સરકાર દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:PM મોદીએ SP પર કર્યા આકરા પ્રહારો, કહ્યું- પરિવારવાદીઓએ યુપીની ક્ષમતાનો ઉપયોગ કર્યો નથી
મનીષ સિસોદિયા પાસે કુલ 11 વિભાગ છે
જારી કરાયેલા આદેશ અનુસાર નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાને PWD વિભાગની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. આ પછી હવે તેમની પાસે કુલ 11 વિભાગ (Manish Sisodia has total 11 divisions) છે. જેમાં શિક્ષણ, નાણાકીય, આયોજન, જમીન અને મકાન, તકેદારી, સેવા, પ્રવાસન, કલા સંસ્કૃતિ અને ભાષા, શ્રમ, રોજગાર, જાહેર બાંધકામ વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ સત્યેન્દ્ર જૈન પાસે હવે આરોગ્ય, ઉદ્યોગ, વીજળી, ગૃહ, શહેરી વિકાસ, સિંચાઈ અને પૂર નિયંત્રણ અને પાણી વિભાગ છે.
આ પણ વાંચો:Underworld-Dawood Link Case : નાણાની હેરાફેરી બાબતે નવાબ મલિકની કરવામાં આવી ધરપકડ